Home / Gujarat / Botad : 8 family members brutally murdered lover in front of his girlfriend

Botad news: પ્રેમિકાની નજર સામે જ 8 પરિજનોએ પ્રેમીની કરી કરપીણ હત્યા, યુવકને ગામની જ ભાણેજ સાથે થયો હતો પ્રેમ

Botad news: પ્રેમિકાની નજર સામે જ 8 પરિજનોએ પ્રેમીની કરી કરપીણ હત્યા, યુવકને ગામની જ ભાણેજ સાથે થયો હતો પ્રેમ

બોટાદના માંડવા-ઢસા રોડ નજીક બનેલાં હત્યાના એક ચકચારી બનાવમાં પ્રેમિકાને લઈને ભાગેલાં પ્રેમીને શોધવા યુવતીના પરિવારે પ્રેમીના મિત્રનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ પ્રેમી યુગલનું લોકેશન શોધી પ્રેમિકાની નજર સામે જ પ્રેમી પર ઘાતકી હુમલો કરી તેની કરપીણ હત્યા કરી પ્રેમિકાને લઈ ફરાર થઈ ગયા હતા. ઢસા પોલીસે આઠ શખ્સ વિરૂદ્ધ હત્યા, અપહરણ સહિતની કલમ અન્વયે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મોસાળમાં રહેતાં યુવકને ગામની જ ભાણેજ સાથે પ્રેમ થયો હતો

ભાવનગરના ટીમાણા ગામના વતની અને હાલ ઉમરાળાના ટીંબી ગામે મોસાળમાં રહીને પશુપાલનનો વ્યવસાય કરતાં 21 વર્ષીય યુવક જનક વિનુભાઈ કોતરને આ જ ગામની ભાણેજ અને ભાયાવદર ગામે રહેતી પીયુ સાથે એક વર્ષ પૂર્વે પ્રેમ થયો હતો. પરિવારને જાણ થતાં યુવતીએ પ્રેમી જનકને લઈ જવાનું કહેતાં ગત મંગળવારે જનક,ગામમાં જ રહેતાં મિત્ર યાજ્ઞિક મહેશભાઈ જોટાણીયાને સાથે લઈને બે અલગ-અલગ બાઈક  પર ભાયાવદરથી યુવતીને રંધોળા લઈ આવ્યો હતો. જયાં બન્ને મિત્રો છુટ્ટા પડ્યા હતા.

યાજ્ઞિક બાઈક લઈને ટીંબી આવવા નિકળ્યો ત્યારે રંઘોળા નજીક ઈકોમાં ધસી આવેલાં ગામમાં જ રહેતાં હિતેન્દ્રસિંહ ઉર્ફે કુશ બળવંતસિંહ ગોહિલ તથા ગામના અન્ય એક શખ્સે યાજ્ઞિકને આંતરી અપહરણ કરી માર માર્યો હતો. બીજી તરફ, જયદીપસિંહ ભગતસિંહ ગોહિલ નામના શખ્સે પ્રેમી યુગલનો પીછો કરી હિતેન્દ્રસિંહને લોકેશનની જાણ કરતાં હિતેન્દ્રસિંહે માંડવાથી ઢસા જવાના માર્ગ પર પોતાની કારથી જનકની બાઈકને ટલ્લો મારી પ્રેમી યુગલને પછાડી દીધા હતા. અને પ્રેમિકાની નજર સામે જ પ્રેમી જનક પર હિતેન્દ્રસિંહે ધારિયા વડે જયારે તેની સાથેના અજાણ્યા શખ્સે લોખંડના પાઈપ વડે માર મારી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. જતા જતા યાજ્ઞિકને મારી નાંખવાની ધમકી આપી હતી. 

જો કે, યાજ્ઞિક માંડવા-ઢસા રોડ પર લોહીયાળ હાલતે પડેલાં મિત્ર જનકને 108 મારફતે સારવાર અર્થે લઈ જાય તે પૂર્વે જ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો. બનાવની જાણ થતાં જ મૃતકના પરિવારજનો તથા ઢસા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકના ભાઈ સાગરભાઈ ધીરૂભાઈ કેરાસિયાની ફરિયાદના આધારે આઠ શખ્સો વિરૂદ્ધ હત્યા, અપહરણ સહિતની કલમ અન્વયે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

Related News

Icon