Home / India : Ruckus over beating up of businessman over Marathi language issue in Mumbai

મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે વેપારીને માર મારવાની બબાલ, વેપારીઓએ બંધ પાળી દર્શાવ્યો વિરોધ

મુંબઈમાં મરાઠી ભાષા મુદ્દે વેપારીને માર મારવાની બબાલ,  વેપારીઓએ બંધ પાળી દર્શાવ્યો વિરોધ

મીરા ભાયંદરમાં જોધપુર સ્વીટ્સના વેપારી સાથે મરાઠી ભાષાને લઈને થયેલી બબાલના વિરોધમાં સમગ્ર મારવાડી સમુદાય ( 36 કોમ) અને વેપારી સંગઠનોએ 3 જુલાઈએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. સવારે 11થી 5 વાગ્યા સુધી બંધ લાગુ કરાયો છે. તમામ વેપારીઓને અપીલ કરાઈ કે તેઓ દુકાન બંધ રાખી આ શાંતિપૂર્ણ વિરોધમાં સામેલ થાય. મીરા રોડની દુકાનો પર તાળા લટકેલા છે. વેપારીઓ રસ્તા પર છે. કેટલાક લોકોએ વિરોધ દર્શાવતા નારેબાજી પણ કરી હતી. વેપારીઓએ કહ્યું કે આ મામલે સખ્તાઈથી એક્શન લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનને આગળ વધારશે. 
 
મુંબઈના મારવાડી સંગઠનોએ પણ આ બંધને ટેકો આપ્યો છે. વેપારીઓનું કહેવું છે કે જો આજે આ નિંદનીય ઘટના પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કોઈપણ ઉદ્યોગપતિ સાથે આવું થઈ શકે છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon