
નેશનલ ઈન્વેસ્ટેગેશન એજન્સી (NIA) એ જનતાને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સંબંધિત કોઈપણ માહિતી તસવીરો અથવા વીડિયો શેર કરવા અપીલ કરી છે. NIA એ તેના માટે એક ફોન નંબર પણ જારી કર્યો છે, જેના પર સંપર્ક કરી માહિતી શેર કરવા અપીલ કરી છે.
NIAની અપીલ
NIA એ જનતાને અપીલ કરી છે કે, જો તમારી પાસે પહેલગામ હુમલા સંબંધિત કોઈપણ માહિતી, ફોટો કે વીડિયો હોય તો તેઓ તાત્કાલિક એજન્સીનો સંપર્ક કરે. NIA એ તેના સોશિયલ મીડિયા અને વેબસાઇટ દ્વારા લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, તમે આ મોબાઇલ નંબર - 9654958816 અને લેન્ડલાઇન 011-24368800 પર સંપર્ક કરી શકો છો.
NIA કરી રહી છે પહેલગામની તપાસ
નોંધનીય છે કે, NIA પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે.