કેન્દ્ર સરકારની માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) મુંબઈના મધ દરિયામાં ઓઈલ અને ગેસનો વિપુલ જથ્થો શોધી કાઢયો છે, જે નજીકના ભવિષ્યમાં સ્વદેશી ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે.આ નવો જથ્થો ઓપન એક્રિઓજ લાઈસન્સિંગ પોલિસી (ઓએએલપી) રેઝિમ હેઠળ અપાયેલા બ્લોકસમાંથી મળી આવ્યો હોવાનું ઓએનજીસીએ પોતાની આવકના ચોથા કવાર્ટરના રિપોર્ટમાં જણાવ્યું હતું.
સૂર્યમણિ અને વ્રજમણિ એવા નામ અપાયા
ઓઈલ અને ગેસના આ નવા સ્ત્રોતોને સૂર્યમણિ અને વ્રજમણિ એવા નામ અપાયા છે અને એ બન્ને મુંબઈના તટપ્રદેશથી ખાસ્સાં અંતરે આવેલા છે. એક સ્ત્રોત ઓએએલપી-૬ બ્લોક એમબી-ઓએસએચપી-૨૦૨૦/૨ અને બીજો ઓએએલપી-ત્રણ બ્લોક એમબીઓએસએચપી-૨૦૧૮/૧માં આવેલો છે.

