Home / World : 'SpaceX will not be run by political mercy', Musk backtracks after user comment

'સ્પેસએક્સ રાજકીય દયાથી ચલાવવામાં નહીં આવે: મસ્ક', યુઝરે કરી એવી ટિપ્પણી કે બદલવો પડ્યો નિર્ણય

'સ્પેસએક્સ રાજકીય દયાથી ચલાવવામાં નહીં આવે: મસ્ક', યુઝરે કરી એવી ટિપ્પણી કે બદલવો પડ્યો નિર્ણય

Elon Musk will End of SpaceX Dragon Project: શુક્રવારે એલોન મસ્કે અચાનક SpaceXના 'ડ્રેગન' અવકાશયાનને બંધ કરવાની જાહેરાત કરી, જેનો ઉપયોગ નાસા અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવા માટે થાય છે. આ અંગે મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'તાત્કાલિક પ્રભાવથી અમે ડ્રેગન પ્રોગ્રામ બંધ કરી રહ્યા છીએ. હવે સ્પેસએક્સ રાજકીય દયાથી ચલાવવામાં નહીં આવે.' જોકે, થોડા જ કલાકોમાં તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને કહ્યું કે હું 'ટીમ અમેરિકા' સાથે છું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બંને વચ્ચેના વિવાદનું કારણ
ટ્રમ્પ વહીવટીતંત્રના ટેક્સ-કટ અને ખર્ચના કાયદા વન બ્યૂટિફૂલ બિલ અંગે મસ્કની ટીકા બાદ આ વિવાદ શરુ થયો હતો. જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક સાથેના સરકારી કરારો રદ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે, 'આપણા બજેટમાં અબજો ડોલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો એલોનની સરકારી સબસિડી અને કોન્ટ્રાક્ટને સમાપ્ત કરવાનો છે.' મસ્કની કંપનીઓમાં સરકારી કોન્ટ્રાક્ટર સ્પેસએક્સ અને તેની સેટેલાઇટ યુનિટ સ્ટારલિંકનો સમાવેશ થાય છે.

મસ્કનો યુ-ટર્ન
ડ્રેગનને બંધ કરવાની જાહેરાત મસ્કે ટ્રમ્પના નિવેદનના થોડી જ મિનિટોમાં કરી હતી. જોકે, જ્યારે એક X યુઝરે આ બંને વ્યક્તિઓની શરમજનક લડાઈની ટીકા કરતા કહ્યું કે, 'તમને બંનેને શરમ આવવી જોઈએ. થોડા શાંત થાઓ અને થોડા દિવસ માટે એક ડગલું પાછળ હટી જાઓ.' ત્યારે મસ્કે જવાબ આપ્યો, 'સારી સલાહ છે. ઠીક છે, અમે ડ્રેગનને બંધ નહીં કરીએ'. ત્યારબાદ, મસ્કે X પર ડ્રેગન અવકાશયાન સાથે યુએસ ધ્વજનો ફોટો શેર કરીને 'ટીમ અમેરિકા' લખ્યું.


ડ્રેગનનું મહત્ત્વ અને NASA પર અસર
NASA ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓને લાવવા-લઈ જવા માટે ડ્રેગન અવકાશયાન પર નિર્ભર છે. આશરે $4.9 અબજના કરાર હેઠળ NASA ડ્રેગનનો ઉપયોગ કરે છે. નોંધનીય છે કે, આ કેપ્સ્યુલ એકમાત્ર અમેરિકન અવકાશયાન છે જે માનવીઓને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

એવામાં ડ્રેગનને સેવા બહાર કરવાથી ISS કાર્યક્રમ ખોરવાઈ શકે છે, જે એક આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ ડઝનેક દેશોને સામેલ કરે છે. રશિયાની સોયુઝ સિસ્ટમ એકમાત્ર અન્ય ક્રૂડ અવકાશયાન છે જે અવકાશયાત્રીઓને ISS પર મોકલે છે.

સંરક્ષણ અને જાસૂસી મિશન પર અસર
સ્પેસએક્સે ન ફક્સ નાસા, પરંતુ અમેરિકન સંરક્ષણ વિભાગ માટે પણ મહત્ત્વનું છે. કંપની અમેરિકાની ગુપ્ત એજન્સીઓ માટે જાસૂસી સેટેલાઇટનું એક મોટું નેટવર્ક તૈયાર કરી રહી છે અને રાષ્ટ્રીય સુરક્ષા મિશન માટે રૉકેટ લૉન્ચ કરે છે. જો ડ્રેગન પ્રોગ્રામ બંધ થઈ જાય છે તો ISS મિશનમાં અડચણ ઊભી થઈ શકે છે, કારણ કે, આ આતંરરાષ્ટ્રીય યોજના છે, જેમાં ડઝનથી વધુ દેશ સામેલ છે. જોકે,. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, સ્પેસએક્સ કેટલી જલ્દી યાન સેવાથી દૂર થશે. 

તૂટી ગઈ જોડી?
એલોન મસ્ક અને ટ્રમ્પ એક સમયના સૌથી નજીકના મિત્ર માનવામાં આવતા. મસ્કે ટ્રમ્પના ચૂંટણી અભિયાનમાં 250 મિલિયન ડૉલરથી વધુનું યોગદાન આપ્યું હતું અને ટેક્નિકલ ક્ષેત્રે પણ ટ્રમ્પના પ્રમુખ સમર્થકોમાંથી એક હતા. પરંતુ હવે આ સંબંધમાં કડવાહટ આવી ગઈ છે. મસ્કે ટ્રમ્પની નીતિ અને નિર્ણયો પર ખુલીને પ્રહાર કર્યા છે અને ટ્રમ્પે મસ્કને દગાબાજ કહી દીધું છે. 

 

Related News

Icon