Home / India : Dalit student in Tamil Nadu expelled from class for having periods

દલિત વિદ્યાર્થિનીને પીરિયડ્સ આવતા ક્લાસમાંથી બહાર કાઢી, દરવાજા પાસે બેસી આપી પરીક્ષા

દલિત વિદ્યાર્થિનીને પીરિયડ્સ આવતા ક્લાસમાંથી બહાર કાઢી, દરવાજા પાસે બેસી આપી પરીક્ષા

Tamil Nadu ના કોઈમ્બતુરમાં એક ખાનગી સ્કૂલમાં દલિત વિદ્યાર્થિની સાથે ભેદભાવનો મામલો સામે આવ્યો છે. શાળામાં અભ્યાસ કરતી આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને ક્લાસની બહાર સીઢી પર પરીક્ષા આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. કારણ કે, તેને પહેલીવાર પીરિયડ્સ આવ્યા હતાં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પોલીસે હાથ ધરી તપાસ

આ ઘટના બાદ આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યા છે. સ્કૂલ પરિસરની સીડી પર પરીક્ષા આપતી Dalit student  (વિદ્યાર્થિની) નો વિડિયો બુધવારે વાઈરલ થયા બાદ, પોલાચીના અધિક પોલીસ અધિક્ષક સૃષ્ટિ સિંહના નેતૃત્વમાં પોલીસ ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી.

શિક્ષણ વિભાગના અધિકારીએ માંગ્યો જવાબ

વીડિયો વાઈરલ થયા બાદ સ્કૂલ શિક્ષણ વિભાગના અધિકારીઓએ જિલ્લાના પોલાચીના સેંગુટ્ટઈપલાયમ સ્થિત સ્કૂલના મેનેજમેન્ટ સ્પષ્ટીકરણ માંગ્યું હતું. શિક્ષણ મંત્રી અંબિલ મહેશ પોય્યામોઝીએ જણાવ્યું કે, સ્કૂલની સામે વિભાગીય તપાસ કરવામાં આવી છે અને આચાર્યને બરતરફ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મંત્રીએ કહ્યું કે, બાળકો પર કોઈપણ પ્રકારના અત્યાચાર સહન કરવામાં નહીં આવે.

 

વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું કે, અમને શાળામાંથી પરીક્ષા માટે અલગ ટેબલ અને ખુરશીની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ, શાળા તરફથી વ્યવસ્થા કરવામાં ન આવી અને અમારી દીકરીને ક્લાસની બહાર સીડી પર બેસીને લખવાનું કહેવામાં આવ્યું. વિદ્યાર્થિની સતત બે કલાકથી વધુ સીડી પર બેઠી. આ દરમિયાન તેને સખત પેટમાં પણ દુઃખી રહ્યું હતું.

Related News

Icon