
જો તમે 35000 રૂપિયા સુધીના બજેટમાં નવું લેપટોપ શોધી રહ્યા છો, તો આ કિંમત રેન્જમાં પાંચ લેપટોપ લઈ શકો છો. આ બધા મોડેલો સારી બેટરી બેકઅપ, વધુ RAM અને વધુ SSD સ્ટોરેજ જેવી સુવિધાઓ સાથે આવશે.
Acer Chromebook Plus: Acer કંપનીનું i3 પ્રોસેસરવાળા આ લેપટોપ 39 ટકાના ડિસ્કાઉન્ટ પછી 31,889 રૂપિયામાં ઉપલબ્ધ છે, આ કિંમતે તમને 8 GB RAM / 256 GB SSD સ્ટોરેજ મળશે. ફીચર્સ વિશે વાત કરીએ તો આ લેપટોપમાં ફુલ HD કેમેરા, જેમિની સપોર્ટ અને 10 કલાક સુધીનો બેટરી બેકઅપ સપોર્ટ છે.
ASUS Vivobook Go 15: આસુસ કંપનીનું આ સસ્તું લેપટોપ 15.6 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે, 8 જીબી રેમ, 512 જીબી એસએસડી સ્ટોરેજ, વિન્ડોઝ 11 હોમ ઓએસ સાથે આવે છે. 43 ટકા ડિસ્કાઉન્ટ પછી આ લેપટોપ 34990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ફ્લિપકાર્ટ પરની લિસ્ટિંગ અનુસાર, આ લેપટોપ 49 મિનિટમાં 60 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.
HP G9: આ લેપટોપ જે i3 પ્રોસેસર, 16 GB RAM અને 512 GB SSD સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે આવે છે, તે 35 ટકા ડિસ્કાઉન્ટ પછી 34990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ લેપટોપમાં 15.6 ઇંચની સ્ક્રીન અને 7.5 કલાક સુધીનો બેટરી બેકઅપ છે.
Lenovo V15: લેનોવો કંપનીનું આ લેપટોપ 41 ટકા ડિસ્કાઉન્ટ પછી 34990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, આ લેપટોપમાં 16 જીબી રેમ, 512 જીબી એસએસડી, 15.6 ઇંચ સ્ક્રીન અને 4 કલાક સુધીનો બેટરી બેકઅપ છે.
Thomson NEO Core Series: થોમસન કંપનીનું આ લેપટોપ i5 પ્રોસેસર, 8 GB RAM, 512 GB SSD સ્ટોરેજ સાથે 49 ટકા ડિસ્કાઉન્ટ પછી 27990 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ લેપટોપ 6 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે.