Home / India : SC gives relief to BJP minister who made objectionable comments on Colonel Sophia

કર્નલ સોફિયા પર આપત્તિજનક ટિપ્પણી કરનાર ભાજપના મંત્રીને સુપ્રીમે આપી રાહત

કર્નલ સોફિયા પર આપત્તિજનક ટિપ્પણી કરનાર ભાજપના મંત્રીને સુપ્રીમે આપી રાહત

કર્નલ સોફિયા કુરેશી પર આપત્તિજનક ટીપ્પણી કરવા મામલે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ વિરૂદ્ધ તપાસ કરી રહેલી SITએ આજે સુપ્રીમ કોર્ટમાં સીલ બંધ કવરમાં સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં તપાસ પ્રારંભિક તબક્કામાં હોવાનું જણાવવામાં આવતાં વધુ સમયની માગ કરવામાં આવી હતી. જેના પગલે સુપ્રીમ કોર્ટે વિજય શાહને રાહત આપી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સુપ્રીમ કોર્ટે SITને તપાસ માટે વધુ સમયની ફાળવણી કરતાં વિજય શાહની ધરપકડ પર રોક મૂકી છે. SITએ કહ્યું કે, નિવેદનોનો વીડિયો ભોપાલ FSLને મોકલવામાં આવ્યો હતો. પરંતુ સ્રોતોના અભાવે તે તપાસ વિના જ પરત આવ્યો હતો. એક પત્રકારના મોબાઈલને પણ CFSL મોકલવામાં આવ્યો છે. અત્યારસુધી 7 સાક્ષીના નિવેદનો લીધા છે. ઘટના સંબંધિત વીડિયો અને મીડિયા રિપોર્ટ્સનો અભ્યાસ કરવામાં આવ્યો છે. મંત્રીના માફીવાળા નિવેદનની પણ તપાસ ચાલુ છે.

આગામી સુનાવણી જુલાઈમાં

આજની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે SITને તપાસ માટે સમય આપ્યો છે. જેથી આગામી સુનાવણી જુલાઈના ત્રીજા સપ્તાહમાં હાથ ધરાશે. વધુમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી બંધ કરવા પણ આદેશ આપ્યો છે. આ મામલે બે જુદી-જુદી કોર્ટમાં સુનાવણી થઈ શકે નહીં. આ મામલે DIGએ સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ત્રણ આઈપીએસ અધિકારીઓની SIT રચવામાં આવી છે. 21 મેના રોજથી તેણે તપાસ હાથ ધરી હતી. આ મામલે ભાષણની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવામાં આવી છે.  મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. તપાસ હાલ પ્રારંભિક તપાસમાં છે.

Related News

Icon