Home / Gujarat / Vadodara : drink and drive in the city

Vadodaraમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ: કારચાલકે ત્રણને ટક્કર મારી 2ને ફંગોળ્યા, ટોળાએ ચખાડ્યો મેથીપાક

Vadodaraમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ: કારચાલકે ત્રણને ટક્કર મારી 2ને ફંગોળ્યા, ટોળાએ ચખાડ્યો મેથીપાક

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે સવારે ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કિસ્સો બનતા રોષે ભરાયેલા ટોળાએ કારચાલક તેમજ અન્ય એક યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બનાવની પ્રાથમિક માહિતી મુજબ ગોત્રી વીમા દવાખાના તરફના રોડ પર એસબીઆઇ બેન્ક પાસેથી પસાર થતા કાર ચાલકે એક સ્કૂટર સવાર યુવતી અને યુવકને ટક્કર મારતા બંને ફંગોળાયા હતા. ત્યારબાદ લોકોએ ભાગી રહેલા કારચાલકને ઝડપી પાડ્યો હતો.

કારની ટક્કર એટલી જોરદાર હતી કે આગળનો ભાગ પણ તૂટી ગયો હતો જ્યારે સ્કૂટરને પણ ખાસ્સું એવું નુકસાન થયું હતું. ટોળાએ કારમાંથી એક યુવકને ઝડપી પાડતા બિયરના ટીન પણ મળી આવ્યા હતા. કારચાલક યુવકની સાથે અન્ય એક યુવકને પણ લોકોએ પકડ્યો હતો.

તપાસ દરમિયાન કારચાલકે ત્યારે પહેલા ટેમ્પો અને રિક્ષાને પણ ટક્કર મારી હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યા હતા.

Related News

Icon