વડોદરામાં વધુ એક રક્ષિત કાંડ થતા રહી ગયો હતો. દારૂના નશામાં ધૂત કાર ચાલકે રસ્તો બાનમાં લીધો હતો અને અનેક વાહનોને અડફેટે લીધા હતા. કાર ચાલકને પકડીને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
વડોદરામાં દારૂના નશામાં ધૂત ચાલકે મચાવ્યો આતંક
વડોદરામાં વધુ એક વખત દારૂના નશામાં કાર ચાલકે રસ્તો બાનમાં લીધો હતો અને બેફામ કાર ચલાવી હતી. કાર ચાલકને ફૂલ સ્પીડમાં કાર ચલાવતો જોઇને લોકોએ તેની કારનો પીછો કર્યો હતો અને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી મહેનત બાદ લોકોએ તેની કાર થોભાવી હતી અને કાર ચાલકને કારમાંથી નીચે ઉતાર્યો હતો.
કાર ચાલક ફૂલ દારુ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો અને ફૂલ સ્પીડમાં કાર ચલાવતા સમયે કાર બે વખત તો ડિવાઇડર પર પણ ચઢી ગઇ હતી. કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે 13 માર્ચ 2025ના રોજ વડોદરાના કારેલાબાગ વિસ્તારમાં રક્ષિત ચૌરસિયા નામના 23 વર્ષીય લૉ સ્ટુડન્ટે નશાની હાલતમાં ત્રણ વાહનોને ટક્કર મારી હતી.આ ઘટનામાં હેમલી પટેલ નામની મહિલાનુ મોત થયું હતું જ્યારે સાત અન્ય લોકો ઘાયલ થયા હતા.