
IPL 2025ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાઈ હતી. જેમાં યજમાન RRને 8 વિકેટે જીત મળી હતી. જેનો શ્રેય ટીમના સૌથી યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) ને જાય છે. 14 વર્ષના ખેલાડીએ માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી.
આ ઈનિંગને કારણે તે ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો હતો. વૈભવ (Vaibhav Suryavanshi) એમએસ ધોનીનો મોટો ફેન છે. તેનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (RPS) ની જર્સીમાં જોવા મળી રહ્યો છે. નાનો વૈભવ તેના પિતાના ખોળામાં છે.
વૈભવનો 8 વર્ષનો ફોટો વાયરલ થયો
વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. તેણે IPL 2025માં એક મોટી સિદ્ધિ મેળવી હતી. હવે તેનો 8 વર્ષ જૂનો ફોટો વાયરલ થયો છે. આ ફોટો IPL 2017નો છે. આ ફોટોમાં વૈભવ તેના પિતાના ખોળામાં છે.
તેણે ટીમ રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (RPS) ની જર્સી પહેરી છે. તે સમયે તમને જણાવી દઈએ કે દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની આ ટીમ તરફથી રમી રહ્યો હતો. ત્યારે નાનો વૈભવ સ્ટેડિયમમાં બેઠો હતો અને માહીની ટીમનો ઉત્સાહ વધારતો હતો.
IPL 2025માં રચાયો ઈતિહાસ
ગઈકાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે RR અને GT વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં RR તરફથી વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ વિસ્ફોટક બેટિંગ કરી હતી. 14 વર્ષીય ઓપનરે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.
આ પછી તેણે 35 બોલમાં પોતાની પહેલી IPL સદી ફટકારી હતી. તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો. આ ઉપરાંત, વૈભવે IPLના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી હતી.
રાજસ્થાનની શાનદાર જીત
GT સામે RR એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા GT એ 209 રન બનાવ્યા હતા. GTના કેપ્ટન શુભમન ગિલે 84 રન બનાવ્યા હતા. જવાબમાં, RR એ 15.5 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) એ 38 બોલમાં 101 રન બનાવ્યા હતા. જેમાં 7 ચોગ્ગા અને 11 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ જીતને કારણે, RR હજુ પણ પ્લેઓફની રેસમાં છે.