Kheda news: ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરમાં ગરીબ અને ઘરકામ કરી જીવન પસાર કરતી મહિલા પર મકાનમાલિકે ચોરીનો આરોપ મૂકયો હતો. જેના પગલે નડિયાદ રૂરલ પોલીસે વર્દીનો ડર બતાવી મહિલાને ચોરી કબૂલ કરવા ઢોરમાર માર્યાનો આરોપ મૂક્યો હતો. જે બાદ આઘાતમાં આવેલા મહિલાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ પીડિત મહિલાને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાની સ્થિતિ નાજુક જણાવવામાં આવી છે. મહિલાના પુત્રએ એસપી કચેરીમાં તપાસની અરજી આપી છે.

