Home / Entertainment : Know which new series have come out on OTT?

Chitralok : જાણો OTT પર કઈ નવી સીરિઝ આવી છે ? 

Chitralok : જાણો OTT પર કઈ નવી સીરિઝ આવી છે ? 

'ક્રિમિનલ જસ્ટિસ - અ ફેમિલી મેટર'ની ચોથી સીઝન જિયોહોટસ્ટાર પર ગઇકાલે આવી છે. આ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, મોહમ્મદ ઝીશાન અયુબ, સુરવીન ચાવલા, ખુશ્બુ અત્રે અને આશા નેગી મુખ્ય ભૂમિકાઓમાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક પરિવાર જયારે પોતાના પૂર્વજોના ઘરે પાછા ફરે છે ત્યારે ઘટતી ભૂતકાળની વણઉકેલાયેલી અલૌકિક ઘટનાઓ પર આધારિત ડિરેકટર ભીમરાવ મુડેની હોરર, સસ્પેન્સ, મિસ્ટ્રી મરાઠી વેબ સિરીઝ 'અંધાર માયા' આજથી ઝીફાઇવ પર આવી છે. 

મોહિત રૈના, રોશન મેથ્યુ, સારાહ જેન ડાયસ અને ત્રિનેત્ર હલધર ગુમ્મારાજુ મહત્ત્વપૂર્ણ ભૂમિકાવાળી ક્રાઇમ, ડ્રામા, થ્રિલર હિન્દી વેબ સિરીઝ  'કાનખજુરા' આજથી સોનીલિવ પર જોઈ શકાશે.

ડિરેકટર કાર્સોસ સેડેસની સ્પેનિશ ક્રાઇમ ડ્રામા ફિલ્મ 'અ વિડોઝ ગેમ' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. ઇવાના બાક્વેરો, ટ્રિસ્ટાન ઉલોઆ અને કાર્મેન માચી આ ફિલ્મમાં અભિનય કરતા દેખાશે.

Related News

Icon