ભોપાલમાં એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ મહિલા શક્તિને સલામ કરી. તેમણે કહ્યું કે આજનો કાર્યક્રમ દેવી અહલ્યાબાઈના વિચારને આગળ ધપાવશે. આજે ઇન્દોર મેટ્રો અને સતના-દતિયા એરપોર્ટ શરૂ કરવામાં આવ્યા છે. આ બધા પ્રોજેક્ટ્સ મધ્યપ્રદેશમાં સુવિધાઓ વધારશે, વિકાસને વેગ આપશે અને રોજગારની નવી તકો ઉભી કરશે. આ શુભ દિવસે, હું આ બધા વિકાસ કાર્યો માટે સમગ્ર રાજ્યને અભિનંદન આપું છું.

