અમદાવાદથી લંડન જઇ રહેલુ એર ઇન્ડિયાનું વિમાન બપોરે ટેકઓફ બાદ ક્રેશ થઇ ગયું હતું. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ (AP)ના રિપોર્ટ અનુસાર વિમાનમાં સવાર કોઇ પણ જીવિત બચ્યુ નથી. વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા છે. ઉડાન ભરવાની થોડી વાર બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે.

