
એર ઇન્ડિયાની વધુ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 143 જે 17 જૂને દિલ્હીથી પેરિસ માટે રવાના થવાની હતી તે હવે રદ કરવામાં આવી છે. 18 જૂન 2025એ પેરિસથી દિલ્હી આવનારી ફ્લાઇટ AI 142ને પણ રદ કરવામાં આવી છે. મુસાફરોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.એરલાઈને અસુવિધા બદલ માફી માંગી છે.
ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઇટ રદ
Air India તરફથી નિવેદન જાહેર કરતા કહેવામાં આવ્યું કે, ટેકનિકલ કારણોસર એર ઇન્ડિયાની દિલ્હી-પેરિસ ફ્લાઇટ રદ કરવામાં આવી રહી છે. મુસાફરોને વૈકલ્પિક સુવિધા અને રિફંડનું આશ્વાસન આપવામાં આવ્યું છે. એર ઇન્ડિયાના પ્રવક્તા અનુસાર, જરૂરી પ્રી-ફ્લાઇટ તપાસ દરમિયાન એક ટેકનિકલ સમસ્યા મળી હતી.
મુસાફરોને રિફંડ મળશે
જોકે, પેરિસના શાર્લ્સ ડી ગોલ એરપોર્ટ પર રાતના સમયે ફ્લાઇટ પરપ લાગેલા પ્રતિબંધને કારણે આ ફ્લાઇટ રદ કરવી પડી હતી. એર ઇન્ડિયાએ મુસાફરોને અસુવિધા બદલ દુ:ખ વ્યક્ત કર્યું છે. એરલાઇને કહ્યું અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મુસાફરોને હોટલમાં રોકાવાની સુવિધા આપવામાં આવી છે અને ટિકિટ રદ કરવા પર ફુલ રિફંડ અથવા મુસાફર ઇચ્છે તો મફત રિ-શિડ્યૂલિંગ ઓફર આપવામાં આવી છે.