ટ્રમ્પ વહીવટીતંત્રમાં અમેરિકા જવું થોડું વધુ મુશ્કેલ બને એવા સમાચાર આવ્યા છે. જાણવા મળ્યું છે કે અમેરિકા ફક્ત પ્રવાસ માટે જવા ઈચ્છુક લોકોએ પણ હવે અમુક ચોક્કસ પ્રકારની સાવધાની રાખવી જરૂરી છે અને એ સાવધાની સોશિયલ મીડિયા સંબંધિત છે, કેમ કે વિઝા આપતાં પહેલાં હવે અરજદારોની ઑનલાઈન હાજરીની સમીક્ષા પણ કરવાનું શરૂ થયું છે. અરજદારની ઓનલાઈન પ્રોફાઈલ અને વિઝા અરજીમાં લખેલી વિગતો વચ્ચે વિસંગતતા હશે તો વિઝા મેળવવામાં વિલંબ અથવા સદંતર અસ્વીકાર પણ થઈ શકે છે.

