ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. જેના પગલે ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના ઉમેદવારો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કરવા સભા સ્થળે પહોંચવા માટે ગેનીબેન ઠાકોરનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.

