
દેશમાં વિવિધ પડતર માંગો સાથે કર્મચારીઓના 10 કેન્દ્રીય યુનિયનોએ ભારત બંધની જાહેરાત કરી હતી. આ હડતાળમાં દેશના 4 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેમાં ગુજરાતના 20 હજાર કર્મચારીઓ પણ હડતાળમાં જોડાશે. બેંક કર્મચારીઓની પડતર માંગણીઓ મુદ્દે એક દિવસની હડતાળ યોજી છે.
જણાવી દઈએ કે, પબ્લિક સેક્ટરની બેંકમાં ભરતી ન થતા કર્મચારીઓ હડતાળ કરી વિરોધ નોંધાવશે. લાઈફ ઇન્સોરન્સ અને મેડિકલમાંથી GST દૂર કરવાની પણ કર્મચારીઓ માગ છે. આ ઉપરાંત નેશનલ બૅંકનું ખાનગી અટકાવવું તેમજ બેંકમાં લગાવેલા ચાર્જ દૂર કરવા સહિતના મુદ્દાઓ અંગે કર્મચારીઓ ખફા
દેશભરની બેંકોમાં 2 લાખ કર્મીઓની ભરતી અંગેની પણ ડિમાન્ડ કરવામાં આવી રહી છે. બેંકમાં 1 લાખ પટ્ટાવાળાની ભરતી કરવાની પણ માંગ કરી છે. હડતાળને લઈ ગુજરાતના 15000 કરોડના ટ્રાન્ઝેક્શનને અસર થશે.
દેશભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાલમાં રાજકોટના 2500 કર્મીઓ જોડાયા છે. રાજકોટની 11 રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ લોકશાહી મે હિટલરશાહી નહી ચલેગી ના નારા લગાવ્યા હતા. દેશભરના 25 કરોડ કામદારોની હડતાલનું એઁલાન છે. હડતાલથી ચેક કલિયરિંગ, કેશ પેમેન્ટ, ફોરેન એક્સચેન્જના કરોડના ટ્રાન્ઝેકશન અટકી પડ્યા હોવાનો પણ લોકો દાવો કરે છે