દેશના મોટરસાઇકલ સેગમેન્ટના ટોચના 10 મોડેલોના કુલ વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. નાણાકીય વર્ષ 2025માં આ 10 મોડેલના કુલ 99,40,428 યુનિટ વેચાયા. જ્યારે નાણાકીય વર્ષ 2024માં આ આંકડો 91,55,207 યુનિટ હતો. એટલે કે 7,85,221 વધુ યુનિટ વેચાયા અને 8.58%ની વૃદ્ધિ હાંસલ થઈ. આ વેચાણ યાદીમાં હીરો સ્પ્લેન્ડર ટોચ પર રહ્યું. નાણાકીય વર્ષ 2025ના 12 મહિના (365 દિવસ) દરમિયાન આ મોટરસાઇકલ આશરે 35 લાખ લોકોએ ખરીદી હતી. આ બાઇકનો બજારહિસ્સો યાદીમાં 35 ટકા રહ્યો. જોકે, વાર્ષિક વૃદ્ધિની દૃષ્ટિએ હીરો એક્સ્ટ્રીમ 125R એ બધા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. તેમાં 1724 ટકાનો વધારો થયો. અહીં જાણો વેચાણનો ડેટા.

