Home / : Neha Bhandari did a great job in 'Operation Sindoor'

નેહા ભંડારી 'ઓપરેશન સિંદૂર'માં કરી કમાલ 

નેહા ભંડારી 'ઓપરેશન સિંદૂર'માં કરી કમાલ 

એ સમય વિતી ગયો જ્યારે ભારતની યુવતીઓ 'દીકરી અને ગાય દોરે ત્યાં જાય' ઉક્તિને અનુસરીને માત્ર પિતા-પતિ-પુત્રથી  દબાઈને રહેતી. પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓને મનના ખૂણે ધરબી દઈને પુરૂષપ્રધાન સમાજના અત્યાચારો મુંગા મોઢે સહી લેતી.  આજે તે રણચંડીનું રૂપ ધારણ કરીને જુલમ-સીતમ કરનારાઓને તેમની જ ભાષામાં અથવા તેમન જે ભાષા સમજાય  તેમાં  જવાબ આપવા જેટલી જાંબાઝ બની છે. તાજેતરના 'ઓપરેશન સિંદૂર'  દરમિયાન આપણને આવી કેટલીક ભારતીય દીકરીઓનો પરિચય થયો હતો.  તેમાંની એક હતી નેહા ભંડારી.  આજે આપણે તેના શૂરાતનની વાત કરીશું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બીએસએફ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ની આસિસ્ટન્ટ કમાનડ્ન્ટ નેહા ઉત્તરાંખંડના પિથોરગઢમાં વસતા ફૌજી પરિવારની પુત્રી છે. તેના દાદા સેનામાં હતાં અને તેના માતા-પિતા સીઆરપીએફ  (સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ)  માં કાર્યરત છે. નેહા પોતાને ગર્વભેર ત્રીજી પેઢીની સોલ્જર કહે છે.  નાનપણથી પરિવારના વડિલોને વરદીમાં જોનાર નેહાને પણ વરદી પ્રત્યે નાનપણથી જ ભારે લગાવ હતો,  વર્ષ ૨૦૨૨ માં તેણે બીએસએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે સેવા આપવાનું શરૂ કર્યું અને માત્ર ત્રણ  વર્ષમાં જ તેને  એ જવાબદારી સંભાળવાનો અવસર મળી ગયો જેની પ્રત્યેક સૈનિક આતુરતાપૂર્વક રાહ જોતો' જોતી હોય.  'ઓપરેશન સિંદૂર' દરમિયાન નેહાએ શી રીતે મોરચો સંભાળ્યો તે સાંભળીને કોઈપણ સામાન્ય  સ્ત્રીના રુંવાડાં ઊભા ન થાય,  સાથે સાથે તેનું માથું પણ ગર્વથી ઊંચુ ન થઈ જાય તો જ નવાઈ. 

'ઓપરેશન સિંદૂર'  દરમિયાન નેહા જમ્મુના અખનૂર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર તૈનાત હતી. અંધારી રાતમાં મોર્ટાર મારાના ભડાકા ચારેકોર સેંકડો આગિયાની જેમ ઝબકી ઉઠતાં અને ગોળીબારના અવાજથી કાનના પડદા ફાટવાની અણીએ આવી જતાં ત્યારે નેહાએ માત્ર મોરચો જ નહોતો સંભાળ્યો, સાથે જ જવાનોની આગેવાની પણ લીધી હતી.  તેણે પોતાના સાહસ, નેતૃત્વ  અને મક્કમ મનોબળથી શત્રુઓને બતાવી દીધું કે ભારત પર કૃદ્રષ્ટિ કરનારિા  કેવા હાલહવાલ કરી દેવામાં આવે છે.

તે વખત પરિસ્થિતિ અત્યંત તાણભરી હતી. પાકિસ્તાન તરફથી અવિરત ગોળીબાર,ડ્રોન હુમલા અને ૮૨ એમએમ તેમ જ ૧૨૦ એમએમનો મોર્ટાર મારો ચાલી રહ્યો હતો.  પરંતુ નેહાના પેટનું પાણી પણ નહોતું હલ્યું.  તેણે પોતાની મહિલા અને પુરૂષો   સહિતની બટિલાયનનો મજબૂતીથી સંભાળી.  નેહાએ કહ્યું તુંકે જ્યારે ગોળીબાર થઈ રહ્યો હતો ત્યારે ત્યારે પણ અમારી બટાલિયનની મહિલાઓ ફાયરિંગ લાઈન પર હતી. સમગ્ર બટાલિયન એકસાતે શત્રુને જવાબ આપી રહી હતી.  તાલીમ દરમિયાન અમને આવી ઘડીઓ માટે તૈયાર કરવામાં આવી હતી. 

નેહાએ વધુમાં કહ્યું હતું કે ૧૦મી મેની સવારે અને સાંજે પાકિસ્તાને સ્મોલ આર્મ ફાયરિંગ કર્યું હતું.  પરંતુ છઠ્ઠી મેની રાતથી જ ભારે શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. રોજ રાત્રે ગોળીઓના અવાજથી સમગ્ર વિસ્તાર ભરાઈ જતો.  પરંતુ મેં  શત્રુઓનો જવાબ આપવાની કાર્યવાહી સુનિશ્ચિત કરવા સાથે બટાલિયનની સુરક્ષા પ્રત્યે પણ પૂરેપૂરું ધ્યાન આપ્યું હતું.

નેહાને ખાતરી હતી કે પહલગામ હુમલા પછી સરકાર શાંત નહીં બેસે.  તે કહે છે કે ૨૨મી એપ્રિલે પહલગામમાં આતંકી હુમલો થયો ત્યાર પછી એ વાત ચોક્કસ હતી કે સરકાર કોઈક મોટી કાર્યવાહી હાથ ધરશે.  અમે આંતરરાષ્ટ્રીય સીમા પર હમેશાં સતર્ક  રહીએ છીએ.  બીએસએફ ફર્સ્ટ લાઈન ડિફેન્સ છે. અમારી જવાબદારી કોઈપણ ભોગે ઘૂસણખોરી કે અન્ય કોઈ ગેરકાનૂની  કાર્ય ન થાય તે જોવાની છે.

જ્યારે 'ઓપરેશન સિંદૂર'  શરૂ થયું ત્યારે  જવાનો ૨૪ કલાકથી પણ વધુ સમય સુધી અવિરતપણે ફોરવર્ડ પોઝિશન પર તૈનાત  રહ્યાં હતાં.  ખુલ્લાં વિસ્તારોમાં મૂવમેન્ટ સંભવ નહોતી.  તે વખતે ગમે ત્યારે, ગમે ત્યાંથી ગોળીબાર થઈ રહ્યો હતો. નેહા કહે છે કે અમે આવી સ્થિતિમાં પણ શત્રુઓને જવાબ આપવા સાથે આપણા પોતાના જવાનો સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કર્યું.  એટલું જ નહીં, દુશ્મનોને અમારા ઉપર છવાઈ જવાનો મોકો ન મળે એ બાબતે પણ સતર્ક રહ્યાં હતાં.

એક મહિલા હોવા છતાં નેહાએ પુરુષ સૈનિકને છાજે એ રીતે મોરચો સંભાળ્યો   તે બદલ તે સો-૧૦૦ સલામની હકદાર ગણાય.  પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે નેહાને પોતાને એવું નથી લાગતું કે તેણે જે કર્યું  તે કોઈ મહિલા ન કરી  શકે.  તે કહે છે કે  જ્યારે તમે ફોર્સમાં જોડાવા ઈચ્છતા હો ત્યારે તમને સૌથી પહેલા વિસરી જવું પડે કે તમે એક સ્ત્રી છો. અહીં તમે માત્ર  એક સૈનિક હો છો. અને સૈનિકની કોઈ સીમા ન હોય કે અહીં કોઈ બહાના ન ચાલે. આ ક્ષેત્રે  તાલીમ, ફરજ  અને  સાહસમાં કોઈ લિંગ ભેદ ન ચાલે.  અહીં  દરેકે પોતાની જાત પર ભરોસો કરવો પડે.  જો તમે પોતાની ઉપર વિશ્વાસ રાખી જાણો તો દેશ પણ તમારા ઉપર ભરોસો રાખે.

- વૈશાલી ઠક્કર

Related News

Icon