Home / Business : DA Hike: Good news for government employees and pensioners! Now the salary will increase by this much

DA Hike: સરકારી કર્મચારીઓ અને પેંશનર્સ માટે ખુશખબર! હવે પગાર આટલો વધીને આવશે 

DA Hike: સરકારી કર્મચારીઓ અને પેંશનર્સ માટે ખુશખબર! હવે પગાર આટલો વધીને આવશે 

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેંશનર્સને મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારી દેવાની જાહેરાત કરી છે. જે 1 જાન્યુઆરી 2025થી લાગુ થશે. આનાથી કર્મચારીઓ અને પેંશનર્સની માસિક આવકમાં વધારો થશે અને સરકારી ખજાના પર વાર્ષિક 6,614.04 કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સરકારી કર્મચારીઓ તેમજ પેંશનર્સ માટે મોંઘવારી ભથ્થું વધ્યા બાદ આટલો પગાર આવશે
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ અને પેંશનર્સને મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. જે જાન્યુઆરી 2025થી લાગુ થશે. આનાથી કર્મચારીઓ અને પેન્શનર્સની માસિક આવકમાં વધારો થશે. આ નિર્ણયની અસર એક જાન્યુઆરી 2025થી લાગુ થશે અને આનાથી આશરે 48.66 લાખ સરકારી કર્મચારીઓ અને 66.55 લાખ પેંશનર્સને લાભ મળશે. જો કે, સવાલ એવું ઉઠે છે કે, આ વધારાથી તમારા ખાતામાં કેટલી રકમ આવશે, તો આવો જાણીએ આ અંગે.

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું વર્તમાન 53 ટકાથી વધારીને 55 ટકા કર્યું છે. આનો અર્થ એવો થયો કે, હવે સરકારી કર્મચારીઓને તેમના મૂળ પગારના 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે. આ વધારો પહેલી જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યો છે અને કર્મચારીઓને તેનો બાકી પગાર પણ મળશે. જો આ વધારાની અસર વિશે વાત કરીએ તો, તેનાથી સરકારી તિજોરી પર વાર્ષિક 6,614.04 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. જોકે, DAની અસર દરેક કર્મચારીના મૂળ પગાર પર આધારિત રહેશે, તેથી પગાર વધારો પણ બદલાઈ શકે છે.

મોંઘવારી ભથ્થામાં વધારાનું ઉદાહરણ

ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ..,જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા હોય, તો તેને પહેલા 53 ટકા DA (10,600 રૂપિયા) મળતો હતો. હવે, ડીએ વધીને 55 ટકા થઈ ગયો છે, તેથી તેમને 11,૦૦૦ રૂપિયા મળશે. આનો અર્થ એ થયો કે દર મહિને 400 રૂપિયાનો વધારો થશે.તેવી જ રીતે, જો કોઈ કર્મચારીનો પગાર ૫૦,૦૦૦ રૂપિયા હોય, તો તેને પહેલા 53 ટકા ડીએ (26,5૦૦ રૂપિયા) મળતો હતો, જે હવે વધીને 27,5૦૦ રૂપિયા થશે. એટલે કે આ કર્મચારીને 1,000 રૂપિયાનો વધારાનો લાભ મળશે.

 
DAમાં કેટલી વાર વધારો થાય છે?
મોંઘવારી ભથ્થું દર વર્ષે બે વાર વધે છે. એકવાર જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં. તાજેતરમાં જુલાઈમાં 3 ટકાનો વધારો થયો હતો. જેનાથી DA 50 ટકા વધી 53 ટકા થયું હતું. હવે જાન્યુઆરીમાં બે ટકા વધારો કરાયો છે, જેનાથી DA 55 ટકા સુધી પહોંચી ગયું છે. આ વધારો કર્મચારી માટે એક રાહતની ખબર સમાન છે. સ્પેશિયલ એવા સમયમાં જ્યારે મોઁઘવારી સતત વધી રહી છે. 

Related News

Icon