Home / Business : Nifty: Nifty crossed the 25 thousand level 5 times in 8 trading sessions, will short covering come?

Nifty: 8 ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ 5 વખત 25 હજારનું સ્તર પાર કર્યું, શું શોર્ટ કવરિંગ આવશે?

Nifty: 8 ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ 5 વખત 25 હજારનું સ્તર પાર કર્યું, શું શોર્ટ કવરિંગ આવશે?

Nifty: સોમવારે શેરબજારમાં ઉત્સાહ હતો અને બજાર ખુલતાની સાથે જ નિફ્ટીએ શરૂઆતના 15 મિનિટમાં જ 25000 ની સપાટી પાર કરી દીધી. નિફ્ટીએ એક દિવસનો ઉચ્ચ સ્તર 25,079 જોયો હતો, પરંતુ આ પછી નિફ્ટી 25 હજારની આસપાસ ફરતો રહ્યો અને તેનું બંધ પણ 25 હજારની નજીક હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દિવસના કારોબાર દરમિયાન, ઘણી વખત એવું લાગતું હતું કે નિફ્ટી 25 હજારના સ્તરને જાળવી રાખવામાં સક્ષમ નથી. ભલે નિફ્ટી 25000 ની ઉપર બંધ થયો હોય, પરંતુ મહત્વની વાત એ છે કે નિફ્ટીએ આ સ્તરથી ઉપરનું લેવલ  જાળવી રાખવું પડશે, તો જ આગળની મૂવ શક્ય બનશે.

નિફ્ટીમાં તેજીવાળા ખેલાડીઓએ પકડ જાળવી રાખી

વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક ટ્રિગર્સને કારણે નિફ્ટીએ 230 પોઈન્ટનો ઉછાળો નોંધાવ્યો અને આઠ કારોબારી સત્રોમાં પાંચમી વખત 25,000 ના આંકને પાર કર્યો. જોકે, તેજીવાળાઓએ મોમેન્ટમ પકડી  રાખવા માટે ખૂબ જોર લગાવ્યું હતું,

૨૦૨૫માં નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ફક્ત બે વાર આ મહત્વપૂર્ણ સ્તરથી ઉપર બંધ થવામાં સફળ રહ્યો છે. તો સવાલ એ થાય કે શું હજુ આ મોમેન્ટમ ફરીથી પ્રાપ્ત કરી શકશે ? અને આ મહત્ત્વની સપાટી પકડી રાખવામાં સફળ થઇ શકશે ?

નિફ્ટીમાં તેજીવાળાએ શુક્રવારની તેજીને સોમવારે જાળવી રાખી. જેનાથી નિફ્ટી 25000ની સપાટી પાર કરી ગયો. જો કે આ તેજી વૈશ્વિક અને ઘરઆંગણાના સકારાત્મક પરિબળોથી પ્રેરીત હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુરોપીય સંઘ પર 50 ટકાની ટેરીફની સમયસીમાં 1 જૂનથી 7 જૂન સુધી મુલત્વી રાખ્યા પછી સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો અને ભાારતીય શેરબજારો તેજી સાથે ખૂલ્યા હતા.

ઘરઆંગણાના મોરચે પણ બજાર આશાવાદી

ઘરેલું સ્તર પર  સપ્તાહમાં પહેલા વખત ડોલર સામે રૂરિયો 85ના સ્તરથી આગળ નીકળી ગયો હતો. જે શુક્રવારે 0.9% વધ્યો. આ પગલું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 25 માટે કેન્દ્ર સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક ડિવિડન્ડ ચુકવણી કરવાથી લેવામાં આવ્યું છે, જે ગયા વર્ષના 2.11 લાખ કરોડ રૂપિયા કરતા 27% વધારે છે.

જૂનમાં યોજાનારી નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) ની બેઠક નજીક આવી રહી છે ત્યારે ભારતીય ઇક્વિટી બજારો માટે ડિવિડન્ડ વૃદ્ધિને સકારાત્મક ઉત્પ્રેરક તરીકે જોવામાં આવે છે.

શું નિફ્ટી 25,000 પર ટકી શકશે?

સેન્ટ્રમ બ્રોકિંગ ખાતે ઇક્વિટી રિસર્ચ ટેકનિકલ અને ડેરિવેટિવ્ઝના હેડ વાઇસ પ્રેસિડેન્ટ નિલેશ જૈનને નજીકના ભવિષ્યમાં નિફ્ટીને 25,000ના સ્તરે ટકાવી રાખવામાં મદદ કરવા માટે મજબૂત સંકેતો  દેખાતા નથી. ડેરિવેટિવ ડેટાનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે આ સ્તરની આસપાસ કોલ રાઇટર્સની મજબૂત હાજરી છે, જે રોકાણકારોને શોર્ટ કવરિંગથી રોકી રહી છે. તેમના મતે, નિફ્ટીએ 25,200 ના આગામી લક્ષ્ય તરફ આગળ વધવા માટે 25,000 ના સ્તરને નિર્ણાયક રીતે તોડવું પડશે. ૧૫ મેના રોજ, નિફ્ટીએ ૨૫,૧૧૬.૨૫ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો, જે ૨૦૨૫ના વર્ષ માટેનો ઉચ્ચતમ સ્તર પણ છે. અગાઉ ઇન્ડેક્સ ૨૫,૦૬૨.૧૦ પર બંધ થયો હતો, ત્યારથી તે નીચે તરફ આગળ વધી રહ્યો છે. જોકે આજે નિફ્ટી 25079ના દિવસના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો અને 25001ના સ્તરે બંધ થયો.

9 એપ્રિલના રોજ પારસ્પરિક ટેરિફ પર વિરામ બાદ નિફ્ટીમાં 1,000 પોઈન્ટ અથવા 4.4%થી વધુનો વધારો થયો છે. હવે નિફ્ટીના તેજીવાળાઓ રાહ જોઈ રહ્યા છે કે નિફ્ટી ક્યારે 25000ના સ્તરને પાર કરશે.  

Related News

Icon