મોટાભાગના લોકો રિટાયરમેન્ટ બાદ આનંદ-કિલ્લોલ સાથે જીવન પસાર કરવા માગે છે, પરંતુ વધતી મોંઘવારી અને યુવાનીમાં કમાણીનો વેડફાટના લીધે ઘણા લોકોએ રિટાયરમેન્ટ બાદ પણ કાળી મજૂરી કરવી પડતી હોય છે. રિટાયરમેન્ટનું જીવન આરામથી પસાર કરવા માટે નાણાકીય આયોજન કરવુ જરૂરી છે. ઘણી સરકારી અને ખાનગી સ્કીમ ઉપલબ્ધ છે, જેમાં રોકાણ કરી દરમહિને પેન્શન પેટે નિશ્ચિત આવક મેળવી શકો છો.

