21મી જૂન સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનું આ માધ્યમ દેશની અર્થવ્યવસ્થાને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. જ્યારથી 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' એ વિશ્વને શરીર અને મનને સ્વસ્થ રાખવાનો ફોર્મ્યુલા આપ્યો છે, ત્યારથી આ વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ વધી છે જેના કારણે યોગને લગતો વ્યવસાય પણ વધી રહ્યો છે. એક્ટિવ વેર, એક્સેસરીઝ, મેટ્સ, ક્લબ અને યોગ સેન્ટર્સે યોગના વેપારને વધારવામાં સૌથી વધુ ફાળો આપ્યો છે. તેમના થકી આ ધંધો વિસ્તર્યો છે. આ ખાસ દિવસ દ્વારા સમગ્ર વિશ્વમાં ભારતની છબિ ઘણી સુધરી છે. જેના કારણે અર્થવ્યવસ્થાની ગતિ પણ વધી છે.

