
ગુજરાતમાં અકસ્માતના બનાવની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક હ્યુન્ડાઈ વરના અને મારૂતિ એસ-ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ધોલેરા-ભાવનગર હાઈવે પર ગંભીર અકસ્માતમાં 4ના મોત
ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક આજે રવિવારે (25 મે, 2025) બે કાર વચ્ચે ગંભીર અકસ્માતના બનાવને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ 12 મેના રોજ ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે જોરદાર ટક્કર વાગતા અમદાવાદના 3 સગા ભાઈ સહિત 5 વ્યક્તિના મોત નીપજ્યા હતા.