Home / Career : Union Bank recruitment 2024 for this post

JOB / યુનિયન બેંકમાં નીકળી બમ્પર નોકરી, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક

JOB / યુનિયન બેંકમાં નીકળી બમ્પર નોકરી, ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સુવર્ણ તક

યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે એક મોટી તક છે. આ માટે, બેંકે વિવિધ રાજ્યોમાં પ્રોબેશનરી ઓફિસર (PO) ની સમકક્ષ લોકલ બેંક ઓફિસર (LBO) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ unionbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે. આ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024 દ્વારા કુલ 1500 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો બેંકની આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે, તો તેઓ 13મી નવેમ્બર સુધી અરજી કરી શકે છે. પસંદ કરાયેલ ઉમેદવારો બેંકમાં જોડાયાની તારીખથી 02 વર્ષની સક્રિય સેવાના પ્રોબેશન સમયગાળા પર રહેશે.

અરજી ફી

  • જનરલ/EWS/OBC ઉમેદવારો માટે અરજી ફી - 850 રૂપિયા.
  • SC/ST/PWBD ઉમેદવારો માટે અરજી ફી - 175 રૂપિયા.

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેમની પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ.

વય મર્યાદા

  • અરજી કરવા માટે લઘુત્તમ વય મર્યાદા - 20 વર્ષ.
  • અરજી કરવા માટેની મહત્તમ વય મર્યાદા - 30 વર્ષ.

પગાર 

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024ની સત્તાવાર નોટિફિકેશન અનુસાર, કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે પસંદ કરવામાં આવશે તેને રૂ. 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 નું મૂળભૂત પગાર ધોરણ આપવામાં આવશે. 

પસંદગી પ્રક્રિયા

નોટિફિકેશન અનુસાર ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કાઓ દ્વારા કરવામાં આવશે: ઓનલાઈન પરીક્ષા, ગ્રુપ ડિસ્કશન (જો કરવામાં આવે તો), લેંગ્વેજ એફિશિયન્સી ટેસ્ટ અને ઇન્ટરવ્યુ.