Home / India : 12 forts of Chhatrapati Shivaji Maharaj included in UNESCO's World Heritage List

યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા સામેલ, ફડણવીસ- શાહે અભિનંદન આપ્યા

યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા સામેલ,  ફડણવીસ- શાહે અભિનંદન આપ્યા

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે (11 જુલાઈ) કહ્યું કે, મરાઠી શાસકોની કિલ્લાબંધી પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરનારા 'મરાઠી મિલિટ્રી લેંડસ્કેપ્સ'ને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વૈજ્ઞાનિક તેમજ સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો)ની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરનારા રાજ્ય માટે ગૌરવશાળી ક્ષણ છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહારાષ્ટ્રના નાગરિકો અને શિવભક્તોને હાર્દિક શુભકામનાઃ ફડણવીસ

આ નિર્ણય પેરિસમાં આયોજિત વિશ્વ ધરોહર સમિતિ (ડબ્લ્યુએચસી)ના 47મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'મહારાષ્ટ્ર સરકાર આપણા પ્રિય છત્રપતિ શિવાજી મહારાજને નમન કરે છે! મહારાષ્ટ્રના તમામ નાગરિકો અને શિવભક્તોને હાર્દિક શુભકામના.

'મરાઠા સૈન્ય પરિદ્રશ્ય'માં મહારાષ્ટ્રના સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજય દુર્ગ અને સિંધુદુર્ગ કિલ્લા અને તમિલનાડુનો જિંજિ જિલ્લો સામેલ છે. ફડણવીસે આગળ કહ્યું કે, શિવાજી મહારાજે આ કિલ્લાનું નિર્માણ સ્વરાજ્ય માટે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમને યુનેસ્કોની યાદીમાં સામેલ કરાવવાના પ્રયાસોમાં અનેક લોકોનું યોગદાન છે. 

અમિત શાહે ખુશી વ્યક્ત કરી

અમિત શાહે એક્સ પર લખ્યું કે, આ તમામ દેશવાસીઓ માટે ખૂબ જ ગૌરવની પળ છે, જ્યારે યુનેસ્કોએ મહારાજાધિરાજ છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા 12 કિલ્લાને યુનેસ્કોની ધરોહરમાં સામેલ કર્યા છે. 

હજું થોડા દિવસ પહેલાં જ રાયગઢ કિલ્લા પર જઈને છત્રપતિ શિવાજી મહારાજના જીવન સાથે જોડાયેલા પ્રતિકોને આત્મસાક્ષાત્કારનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ કિલ્લા હિંદવી સ્વરાજના સંરક્ષણ માટે પ્રમુખ સ્તંભ રહ્યા છે અને અહીંથી સ્વભાષા તેમજ સ્વસંસ્કૃતિ પ્રતિ કરોડો દેશવાસીઓને સતત પ્રેરણા મળતી રહે છે. 

 

Related News

Icon