
આ વર્ષના અંતે બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધનના સાથી પક્ષે ગઠબંધનની વિરુદ્ધમાં જઈને રાજ્યની તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.
ચિરાગ પાસવાન બિહારમાં એકલા હાથે ચૂંટણી લડશે
લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને મોટી જાહેરાત કરીને બિહારની તમામ 243 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચિરાગે આક્ષેપ કર્યો છે કે, બિહારમાં મને અને અમારી પાર્ટીને ખતમ કરવા માટે કેટલાક લોકોએ મોટું ષડયંત્ર રચ્યું છે. મને તોડવા માટે મારા પરિવારને પણ તોડવામાં આવ્યો, મને ઘરમાંથી પણ કાઢી મુકાયો, પરંતુ મેં ક્યારે હાર માની નથી, કારણ કે, હું સિંહનો પુત્ર છે.
https://twitter.com/ANI/status/1931659772253597867
2025માં રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડીશું
જ્યારે ચિરાગને એમ પૂછવામાં આવ્યું કે, શું તમે બિહારમાં ચૂંટણી લડશો, તો તેમણે કહ્યું કે, મેં મારા પિતાના સ્વપ્નને પૂરો કરવા માટે વર્ષ 2020માં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 2025માં રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડીશું. તેમણે એમ પણ કહ્યું કે, હું બિહાર ચૂંટણી નહીં લડું, પરંતુ બિહાર માટે ચૂંટણી લડીશ. આ તમારે નિર્ણય લેવાનો છે કે, તેઓ બિહારમાં ક્યાંથી ચૂંટણી લડે. હું જે લક્ષ્ય સાથે ચાલી રહ્યો છું, તે માટે હું એકલા હાથે કશું ન કરી શકું. તેમાં તમારા બધાનો સાથ જરૂરી છે.
ચિરાગે NDA-નીતીશનું વધાર્યું ટેન્શન
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનમાં ચિરાગ પાસવાનની પાર્ટી LJP સામેલ છે. આ ઉપરાંત રાજ્યમાં મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી JDU પણ NDAનો સાથી પક્ષ છે, ત્યારે ચિરાગે આ જાહેરાત કરીને NDA સહિત નીતીશ કુમારી પણ ચિંતા વધારી દીધી છે.