Kheda news: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધીમે પણ મક્કમ ગતિએ ફરી કાળમુખો કોરોના વાયરસ પ્રવેશી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના વાયરસના કેસોમાં વધારો પણ થઈ રહ્યો છે. આ ક્રમમાં ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા છે. ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાં એક 17 વર્ષીય સગીરા અને એક વૃદ્ધ કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે, સગીરાની હાલત ગંભીર હોવાથી તેને વેન્ટિલેટર પર રખાઈ છે. ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે.

