દેશમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, દેશમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા વધીને 3758 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 363 નવા ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે 1818 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન, બે દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

