Home / World : Sacks full of cash found in mosque here, team of 400 people joined in counting

અહીં મસ્જિદમાંથી બોરીઓ ભરી મળી રોકડ, 400 લોકોની ટીમ ગણતરીમાં જોડાઈ

અહીં મસ્જિદમાંથી બોરીઓ ભરી મળી રોકડ, 400 લોકોની ટીમ ગણતરીમાં જોડાઈ

પગલા મસ્જિદ બાંગ્લાદેશના કિશોરગંજ જિલ્લામાં આવેલી છે. આ મસ્જિદ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. આ મસ્જિદને 4 મહિનામાં કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. જ્યાં 28 બોરીઓ બાંગ્લાદેશી રૂપિયા (ટાકા) થી ભરેલી છે. આ ગણતરી માટે 400 લોકોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

11 દાન પેટીઓ ખોલવામાં આવી
અહેવાલ મુજબ, કિશોરગંજના ડેપ્યુટી કમિશનર અને પાગલા મસ્જિદ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ફૌઝિયા ખાન અને પોલીસ અધિક્ષક મોહમ્મદ હસન ચૌધરીની હાજરીમાં પાગલા મસ્જિદની દાન પેટીઓ ખોલવામાં આવી હતી. મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ફૌઝિયા ખાને જણાવ્યું હતું કે આ વખતે 11 દાન પેટીઓ ખોલવામાં આવી હતી. એકત્રિત કરેલી રોકડ ગણતરી માટે મસ્જિદના બીજા માળે લાવવામાં આવે છે.

મસ્જિદના બેંક ખાતામાં 80.75 કરોડ રૂપિયા
આ સાથે, ફૌઝિયા ખાને જણાવ્યું કે જોકે, મસ્જિદમાં દાન પેટીઓ સામાન્ય રીતે દર ત્રણ મહિને ખોલવામાં આવે છે. આ વખતે તે ચાર મહિના અને 12 દિવસ પછી ખોલવામાં આવ્યા છે. હાલમાં મસ્જિદના બેંક ખાતામાં 80.75 કરોડ રૂપિયા (બાંગ્લાદેશી રૂપિયા) છે.

400  લોકોની ટીમ નોટો ગણી રહી છે.
પગલા મસ્જિદમાં દાનની ગણતરી કરવામાં આવી ત્યારે રૂપાલી બેંકના એડિશનલ ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર (એજીએમ) મોહમ્મદ અલી હરેસીએ પણ હાજરી આપી હતી. મસ્જિદ વ્યવસ્થાપન સમિતિના સભ્યો, મસ્જિદ પરિસરમાં સ્થિત મદરેસા અને અનાથાશ્રમના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત લગભગ 400 લોકોની ટીમે ગણતરી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

છેલ્લી વખત 8.21  કરોડ રૂપિયા ગણાયા હતા
ગયા વર્ષે 30 નવેમ્બરના રોજ, અધિકારીઓને દસ દાન પેટીઓ અને એક ટાંકીમાં 8.21 કરોડ રૂપિયા (બાંગ્લાદેશી રૂપિયા) મળી આવ્યા હતા જે ત્રણ મહિના અને 14 દિવસ પછી ખોલવામાં આવ્યા હતા. દાન પેટીઓમાંથી સ્થાનિક ચલણ ઉપરાંત મોટી માત્રામાં વિદેશી ચલણ અને સોનાના દાગીના પણ મળી આવ્યા હતા.

Related News

Icon