
ગુજરાતમાંથી સતત છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં રાજકોટ સાઇબર ક્રાઇમ દ્વારા લાખોની છેતરપિંડી કરવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. બિયારણ એક્સપોર્ટ કરવાના નામે લાખો રૂપિયાના કમિશનની લાલચ આપી ૩૨ લાખની છેતરપિંડી મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, એલેક્સી નારિયા નામના શખ્સ દ્વારા બિયારણ મામલે ભોગ બનનાર પાસેથી અલગ અલગ બેંક ખાતામાં પૈસા લેવામાં આવ્યા હતા. દિલ્હીના ઠગ દ્વારા ઠગાઈ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે નાઈજિરિયન નાગરિક કોકાની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસના સાઇબર વિભાગના અધિકારોએ દિલ્હી જઈ નાઇજિરિયન આરોપીની ધરપકડ કરી છે.