
છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાં ડૂબેલા યુવકનું આજે સવારે મૃતદેહ મળી આવ્યો છે. ટાંકી ફળિયાના રહેવાસી વિજય ચીમા તડવી ગઈકાલે નદીમાં નાહવા ગયા હતા, દરમિયાન તેઓ નદીમાં ડૂબી ગયા હતા.
વહેલી સવારે મૃતદેહ મળ્યો
ઘટના સ્થળે ચેકડેમ પાસે યુવકના ચપ્પલ મળ્યા હતા, જેના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકો અને ટીમ દ્વારા સતત પ્રયાસ બાદ આજે વહેલી સવારે મૃતદેહ મળી આવ્યો.મૃતદેહ મળતા તાત્કાલિક છોટાઉદેપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો લઈ પીએમ માટે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પરિવાર શોકમાં ગરક
પરિવારજન સુરસિંભાઈ તડવીએ કહ્યું કે, વિજય રોજ સવારે નાહવા જતો, પણ ગઈકાલે પાછો ન ફરતા અમે ચિંતિત થઈ ગયા. ચપ્પલ મળ્યા ત્યારે આશંકા બની કે કંઈક અનિષ્ઠ થયું છે. આજે મૃતદેહ મળતા પરિવાર તૂટી પડ્યો છે."