દિલજીત દોસાંઝ અને પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની ફિલ્મ સરદાર જી 3 ભારતમાં રિલીઝ નથી થઈ શકી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સંગઠનોએ આ ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ કરવાની માંગ કરી હતી. કેટલાક કલાકારોએ દિલજીતનો વિરોધ કર્યો હતો, જ્યારે જાવેદ અખ્તર અને ઈમ્તિયાઝ અલી સહિત કેટલાક સેલેબ્સે દિલજીતને સપોર્ટ કર્યો છે. હવે તેને સપોર્ટ કરનારાના લીસ્ટમાં એક બીજું નામ જોડાયું છે. આ એક્ટરનું નામ છે નસીરુદ્દીન શાહ. તેમણે દિલજીતને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે એટલું જ નહીં ફિલ્મનો વિરોધ કરનારા લોકોને ગુંડા કહ્યા છે.

