
Botad News: ગુજરાતમાંથી સતત ઠેક ઠેકાણેથી ડ્રગ્સ ઝડપાવવાના સમાચાર સામે આવે છે. એવામાં બોટાદમાંથી ડ્રગ્સ સાથે એકને ઝડપી લેવામાં આવ્યો છે. બોટાદ LCB પોલીસે MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધડપકડ કરી છે. LCB પોલીસે બાતમીના આધારે અળવ ફાટક નજીક વેગન આર ગાડીમાં ચેક કરતા MD ડ્રગ્સ મળી આવ્યું છે.
પોલીસે ગાડી ઉભી સરખાવી તપાસ કરતા ગાડીના ચાલક ઝમરાળા ગામના ચન્દ્રભાણ ઉર્ફે ઉદયભાઈ ભરતભાઈ પટગીર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગાડીમાં તપાસ કરતા ડેસ્ક બોર્ડમાંથી રૂ.1,31,200ની કિંમતનું 13 ગ્રામ MD ડ્રગ્સ, એક ઇલેક્ટ્રિક નાનો કાંટો અને એક નાની સ્ટીલની ચમચી મળી આવી છે. પોલીસે વેગેનાર ગાડી સહિત કુલ રૂ. 2,86,450નો મુદામાલ કબ્જે કરી ચન્દ્રભાણ ઉર્ફે ઉદયભાઈ પટગીરની ધરપકડ કરી છે.