Home / Entertainment : Anurag and Ekta tu-tu-main-main

Chitralok : અનુરાગ અને એકતાનું તૂ-તૂ-મૈં-મૈં 

Chitralok : અનુરાગ અને એકતાનું તૂ-તૂ-મૈં-મૈં 

- નેટફ્લિક્સના સીઇઓએ કહ્યું,  'સેક્રેડ ગેમ્સ'થી ભારતમાં અમારા ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરીને અમે ભૂલ કરી છે.  ગિન્નાયેલા અનુરાગ કશ્યપે કહ્યું, હા, તમારે સાસ-બહુના શોથી શરૂઆત કરવાની જરુર હતી 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એક્ટર-રાઇટર-ફિલ્મમેકર અનુરાગ કશ્યપ લોકોને પોતાની કમેંટ્સ વડે છંછેડીને વિવાદ ઊભો કરવા માટે જાણીતા છે. પરંતુ આ વખતે એમણે ટીવી સીરિયલો અને ફિલ્મોની ટોપની પ્રોડયુસર એકતા કપૂરને છંછેડવાની ભૂલ કરી છે. એકતાએ 'સાસ બહુ' સીરિયલ્સને ઉતારી પાડતી કમેંટ્સ કરવા બદલ કશ્યપનો ઉધડો લઈ એમને 'ક્લાસિસ્ટ' (વર્ગભેદી) વ્યક્તિનું બિરૂદ આપ્યું છે. ભારતીય કુટુંબોના ફેમિલી ડ્રામાઝનું નિરૂપણ કરતા ડેઇલી સોપ્સની નિંદા કરવા બદલ એણે ફિલ્મમેકરની ઝાટકણી કાઢી છે.

અત્રે નોંધવુ ઘટે કે નેટફ્લિક્સના સીઇઓ ટેડ સારન્દોસે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે વેબ સીરિઝ 'સેક્રેડ ગેમ્સ'થી ભારતમાં એમની કંપનીએ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરીને ભૂલ કરી હતી. એમાંથી આ વિવાદ શરૂ થયો હતો. 'સેક્રેડ ગેમ્સ'ના પ્રોડયુસર-ડિરેક્ટર અનુરાગ કશ્યપને સારન્દોસનું આ નિવેદન ગમ્યું નહિ એટલે એમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં આકરા શબ્દોમાં સીઈઓ ટેડની ટીકા કરી એવો કટાક્ષ કર્યો કે તમારે 'સાસ બહુ'ના ડ્રામાથી તમારું ઓટીટી પ્લેટફોર્મ શરૂ કરવું જોઈતું હતું.

ખલાસ ! ટીવી સીરિયલોની 'ક્વિન' આ કઈ રીતે સાખે? એકતાએ કોઈનું નામ લીધા વિના ઇન્સ્ટાગ્રામ પર કશ્યપને દેખીતો જવાબ આપતા લખ્યું, 'તમે આટલા મૂરખ છો... આવું કહીને તમે વધુ સ્માર્ટ અને કૂલ ગણાશો એવું તમને લાગે છે? ના, બિલકુલ નહિ, ડાર્લિંગ, થોડાક તો વિવેકી અને ઉદાર બનો. શિકાગોમાં થયેલા એક પ્રતિષ્ઠિત રિસર્ચ વર્કમાં સાસ-બહુ શોઝની ભારતીય જનમાનસ પર કેવો સરસ પ્રભાવ પડયો છે એ કહેવાયું છે. પરંતુ કમનસીબે, સર્વસમાવેશક જગતની વાતો કરતા આર્ટિસ્ટો હકીકતમાં ક્લાસિસ્ટ હોય છે.'

વિવાદની વિગતે વાત કરીએ તો નેટફ્લિક્સના સીઈઓ ટેડે નિખિલ કામથના પોડકાસ્ટમાં એમ કહ્યું હતું કે મારે જો નવેસરથી શરૂઆત કરવાની હોય તો હું 'સેક્રેડ ગેમ્સ' નેટફ્લિક્સ ઇન્ડિયા પર ઓરિજિનલી રિલીઝ થઈ હતી એના કરતા બે વરસ મોડી રિલીઝ કરું. ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે એ આદર્શ શો નહોતો. અમારે એનાથી વધુ લોકરંજક શોથી શરૂઆત કરવી જોઈતી હતી.

આવુ કહેવા બદલ ટેડ પર જનોઇવઢ ઘા કરતા અનુરાગે પોતાની પોસ્ટમાં લખ્યું, 'એમણે સાસ-બહુ (સીરિયલો)થી શરૂઆત કરવી જોઈતી હતી. એ એમને સારું પડત. હવે તેઓ એ જ કરી રહ્યા છે.' આવું કહી કશ્યપે નેટફ્લિક્સની એકતા સાથેની નવી ડીલ પર વ્યંગ કર્યો હતો.

થોડા દિવસ પહેલા એવી જાહેરાત થઈ હતી કે નેટફ્લિક્સ અને એકતાની બાલાજી ટેલિફિલ્સ વચ્ચે લાંબા ગાળાના ક્રિયેટીવ કોલેબોરેશનના કરાર થયા છે. એના હેઠળ વિવિધ ફોર્મેટ્સ માટે પ્રોજેક્ટ્સ તૈયાર થશે. અગાઉ નેટફ્લિક્સ પર બાલાજીની પગલૈત, જાનેજાં, કટહલ અને ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે જેવી કૃતિઓનું પ્રસારણ થઈ ચુક્યું છે. 

Related News

Icon