Tulsi Gabbard on EVM : ભારતમાં વિપક્ષ વર્ષોથી EVMથી મતદાન સામે સવાલ ઉઠાવતો રહ્યો છે. વિશેષરૂપે ચૂંટણીમાં પરાજય થાય એટલે દોષનો ટોપલો EVM ના માથે નાંખી દેવાય છે. જોકે, EVM સાથે ચેડાંના વિપક્ષના દાવા Election Commission સતત ફગાવતું રહ્યું છે. જોકે, અમેરિકન નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડે(American Director of National Intelligence Tulsi Gabbard) દાવો કર્યો છે કે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ હેક થઈ શકે છે અને તેના પુરાવા પણ મળ્યા છે. તેમણે અમેરિકામાં બેલટ પેપરથી ચૂંટણીની માગ કરી છે. તેમના આ નિવેદનથી ભારતમાં હોબાળો મચ્યો છે. વિપક્ષે ફરી એક વખત EVM સામે સવાલ ઉઠાવ્યા છે. જોકે, ચૂંટણી પંચે(Election Commission) ભારપૂર્વક કહ્યું છે કે ભારતની ઈવીએમ સિસ્ટમ ફૂલપ્રૂફ(EVM system foolproof) છે.

