બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક એવો હેન્ડસમ અને ઉંચો એક્ટર છે, જેને ચાહકો વિલનની ભૂમિકામાં ખૂબ જ પસંદ કરે છે. છ વર્ષ પહેલાં તેણે સિલ્વર સ્ક્રીન પર એવી ખલનાયકતા બતાવી હતી કે ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી હતી. કમાણીની વાત કરીએ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર રેકોર્ડ બનાવ્યો હતો.

