Home / Entertainment : Kriti Kharbanda: I know the true meaning of fighting for the country...

Chitralok: કૃતિ ખરબંદા : દેશ માટે લડવાનો સાચો અર્થ મને ખબર છે...

Chitralok: કૃતિ ખરબંદા : દેશ માટે લડવાનો સાચો અર્થ મને ખબર છે...

અભિનેત્રી  કૃતિ  ખરબંદાએ  તાજેતરમાં જ એક હૃદયસ્પર્શી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મૂકી છે જેમાં તેણે અનિશ્ચિતતાથી સભર આ દુનિયામાં રહેવાની ભાવનાત્મક ઉથલપાથલ વિશે ઘણી ખુલીને વાત કરી  છે, જેમાં તેની વિચારધારા  અને માન્યતા પણ ડોકિયા કરે છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'ધ વેઈટ ઓફ બીઈંગ ઓકે' શિર્ષક ધરાવતી  એક આત્મનિરીક્ષણ નોંધ  શેર કરતાં કૃતિ ખરબંદાએ  લખ્યું છે કે આજે હું મારી બે પ્રકારની  લાગણી વચ્ચે ફસાયેલી છું - મારી પાસે રહેલી સલામતી માટેની કૃતજ્ઞાતા ને તે હોવા બદલ ઉદ્ભવતી અપરાધની ભાવના.  હું એવું અનુભવું છું  કે આ બંને ભાવના એક સાથે અનુભવવું શક્ય છે? કારણ કે હું જેવું અનુભવું છે, અને તે પણ ઊંડાણપૂર્વક!

આ સંદર્ભે કૃતિ ખરબંદાએ જણાવ્યું કે તેણે તાજેતરમાં જ તેના ભાઈ-બહેન સાથેની વાતચીત પર ચિંતન કર્યું. મારા ભાઈ-બહેનો સાથેની વાતચીત મને યાદશક્તિના માર્ગે લઈ ગઈ... અને હાસ્ય તથા વિરામ વચ્ચે ક્યાંક, તે મને અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યાં. બાળપણમાં  મેં ક્યારેય મહામારીમાંથી જીવવાની કલ્પના કરી નહોતી.  અને હવે ચાલે છે, યુદ્ધ!'

કૃતિએ અભિનેતા પુલકિત સમ્રાટ સાથે લગ્ન કર્યાં છે.  તેણે વધુમાં કહ્યું, 'હું પુખ્ત વયે આ દુનિયાને  થોડી વધુ સારી રીતે સમજું  છું, પરંતુ  તે નાની છોકરી, જે મારામાં હતી તે હજુય એ ભાવને ઉકેલવાના પ્રયત્ન કરી રહી છે. અમે તે કદાચ ક્યારેય તેવું નહીં કરી શકે.'

'૧૪-ફેરે' ની આ અભિનેત્રીએ વધુમાં જણાવ્યુ, 'મને હમેશાં ખબર  છે કે તમારા માટે દેશ માટે  લડવાનો અર્થ શો છે? પરંતુ આજે મને ખ્યાલ આવ્યો છે કે  આ વાસ્તવિકતા  હું કદીય  સમજી શકીશ નહીં કે તે શું લે છે? મારા મગજમાં ઘણાં બધાં  પ્રશ્નો ચાલી રહ્યાં છે - કેટલાકના જવાબ જ નથી.  શું હું એકલી જ છું જે આ વિરોધાભાસ અનુભવે છે?  હું ડરી ગઈ છું.  અભિભૂત થઈ છું? અથવા તો અન્ય પણ ઘણા છે,  જે તેમના પરિવાર સાથે  બેઠા છે.  શાંતિથી  એ જ વિચારી રહ્યા છે. જો તમે તેમાંથી એક છો,  તો હું તમને એટલું જ જણાવવા માગું છું  કે તમે એકલા નથી, અને બધુ જ એક સાથે અનુભવવું ઠીક છે. 

Related News

Icon