
- લારા દત્તાએ ભારતને મિસ યુનિવર્સનો તાજ અપાવ્યો એ પહેલાં 1994માં સુસ્મિતા સેને જબરદસ્ત જીત હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું હતું. લારા દત્તા મિસ યુનિવર્સનો તાજ જીતનારી બીજી યુવતી બની હતી. તે સમયે 22 વર્ષની આ યુવતીએ સુંદરતા અને બુદ્ધિમતામાં ભારતનું અનેરું પ્રતિનિધિત્વ કર્યું અને આંતરરાષ્ટ્રીય મંચ પર સજ્જડ છાપ છોડી હતી.
લારા દત્તા એ પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સનું ટાઈટલ ૨૦૦૦માં જીતી ભારતને અનેરું ગૌરવ અપાવ્યું એ ઘટનાને આજે બરાબર પચ્ચીસ વર્ષ થયા છે. લારા દત્તાની ઐતિહાસિક જીતની રજત જયંતિની ઉજવણી નિમિત્તે સોશિયલ મીડિયા પર આ વિસ્મરણીય ક્ષણોની અનોખી ઘટના પૂરવાર થઈ રહી છે. અને લારા દત્તાની ફેન્સ અને સેલિબ્રિટિઝ તેની ઉજવણી કરી રહ્યા છે.
લારા દત્તાએ ભારતને મિસ યુનિવર્સનો તાજ અપાવ્યો એ પહેલા ૧૯૯૪માં સુસ્મિતા સેને જબરદસ્ત જીત હાંસલ કરી ભારતનું ગૌરવ વધાર્યું હતું. લારા દત્તા મિસ યુનિવર્સનો તાજ જીતનારી બીજી યુવતી બની હતી. તે સમયે ૨૨ વર્ષની આ યુવતીએ ભવ્યતા, સુંદરતા અને બુદ્ધિમતામાં ભારતનું અનેરું પ્રતિનિધિત્વ કર્યું, જેણે આંતરરાષ્ટ્રીય મંચ પર અનેરી છાપ છોડી હતી.
લારા દત્તાનો વાઈરલ જવાબ જેણે તેની જીતને નક્કી કરી : સ્પર્ધામાં સૌથી પ્રિય હાઈલાઈટ્સનો એક અંતિમ પ્રશ્ન અને તેના જવાબનો રાઉન્ડ હતો. નિર્ણાયક પેનલની સભ્ય, પીઢ બોલીવૂડ અભિનેત્રી વહીદા રહેમાને એક ચિંતનાત્મક પ્રશ્ન પૂછ્યો : 'શું ખરેખર સુંદર વ્યક્તિ બનવું ખૂબ મુશ્કેલ છે? લારા દત્તાના પ્રતિભાવે માત્ર લોકોનું મન જ ન જીતી લીધું, પણ એ વાત આજે પણ ગુંજતી રહી છે. આ કાર્યક્રમનો એક વાઈરલ વીડિયો તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં ઝળકી રહ્યો છે જેમાં ઘણાં લોકો તેના શાણપણ અને સંયમના વખાણ કરી રહ્યા છે. લારા દત્તાએ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું : 'મેડમ આ લાઈનમાં બીજા કોઈની જેમ, હું એક સ્પર્ધક તરીકે કહું છું કે સુંદરતા તો તમારી અંદર રહેલી છે. મને લાગે છે કે જો તમે અંદરથી સુંદર વ્યક્તિ હો, તમને તમારામાં વિશ્વાસ હોય, તમારી જાત પર આત્મવિશ્વાસ હોય અને તમારી પાસે મુશ્કેલીઓ સામે લડવાની તાકાત હોય, દ્રઢ નિશ્ચયતા હોય, કાયમ માટે ટકી રહેવાની પ્રબળ સહનશક્તિ હોય, અંદરથી દ્રઢ વિશ્વાસ હોય અને વિજયી બનવાનું સ્વપ્ન હોય તો, તે તમને એક સુંદર વ્યક્તિ બનાવે છે..... અને તે એટલું મુશ્કેલ પણ નથી. સ્પષ્ટ અને દ્રઢ આત્મવિશ્વાસ સાથે બોલાયેલા લારા દત્તાના શબ્દોએ તેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. અને અંતે તાજ તેના સિરે પહેરાવાયો હતો. ૨૦૦૨માં લારા દત્તાની જીતને પ્રેરણા આપતો વારસો માત્ર એક વ્યક્તિગત સિધ્ધિ જ નહોતી- પણ તે તો વૈશ્વિક મંચ પર ભારત માટે અનેરા ગર્વની ક્ષણ હતી. લારા દત્તાએ ફિલ્મો અને પરોપકારમાં સફળ કારકિર્દી હાંસલ કરી મહિલા સશક્તિકરણ અને શિક્ષણની હિમાયત કરવા માટે સતત પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે.
જોકે ફિલ્મસ્ટાર તરીકે લારા ખાસ કશું ઉકાળી ન શકી તે પણ એક હકીકત છે.