Home / World : Father jumps to save daughter who fell into sea from Disney Dream Cruise

VIDEO: દરિયામાં પડી ગયેલી પુત્રીને બચાવવા પિતાએ ડિઝની ડ્રીમ ક્રુઝમાંથી છલાંગ લગાવી

પિતા તેના બાળકના હીરો હોય છે, આ વાત તો તેમે  સાંભળી જ હશે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ આ વાત સાબિત કરી દીધી છે. એક પિતાએ ડિઝની ડ્રીમ ક્રુઝ શિપના ચોથા ડેક પરથી પડી ગયેલી પુત્રીને બચાવવા માટે પોતે દરિયામાં કૂદી પડ્યા હતા. આ જહાજ બહામાસથી દક્ષિણ ફ્લોરિડા જઈ રહ્યું હતું. મળતી માહિતી મુજબ છોકરી રમતા- રમતા અચાનક દરિયામાં પડી ગઈ હતી. પિતાએ આ જોતાં તરત તેને બચાવવા માટે દરિયામાં કૂદી પડ્યાં. જહાજના કેપ્ટને તેને રોકવાની તૈયારી શરુ કરી અને જહાજને તે બાજુ ફેરવી દીધું જે બાજુ પિતા તેની પુત્રીને બચાવવા માટે દરિયામાં કૂદ્યો હતો. જે બાદ ક્રૂએ પિતા અને પુત્રી બંન્નેને દરિયામાંથી બહાર કાઢવાની તૈયારી શરુ કરી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon