ઇઝરાયલની સેનામાં સામેલ 1000 એરફોર્સ રિઝર્વ સૈનિકોએ ગાઝા યુદ્ધ વિરૂદ્ધ બળવો કર્યો છે. પરંતુ આ બળવા સામે ઇઝરાયલની નેતન્યાહૂ સરકારે આકરો જવાબ આપતાં તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં વિરોધ કરનારા તમામ 1000 સૈનિકોની વાયુ સેનામાંથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લીધો છે. આ સૈનિકોએ ગાઝા સાથેના યુદ્ધનો વિરોધ કરતાં સરકારને એક પત્ર લખ્યો હતો કે, સરકાર આ યુદ્ધ રાજકીય ફાયદા માટે લડી રહી છે. તેમનો ઉદ્દેશ બંધકોને ઘરે પરત લાવવાનો નથી.

