Home / Gujarat / Surat : 4-day remand for gangrape of girl, demolition of illegal dhaba

Surat News: યુવતી પર ગેંગરેપ આચરનારને 4 દિવસના રિમાન્ડ, આરોપી ભાજપના મહામંત્રીના ગેરકાયદે ઢાબાનું ડિમોલેશન 

Surat News: યુવતી પર ગેંગરેપ આચરનારને 4 દિવસના રિમાન્ડ, આરોપી ભાજપના મહામંત્રીના ગેરકાયદે ઢાબાનું ડિમોલેશન 

સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા બિહારની 25 વર્ષીય યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ ડુમ્મસ બીચ ઉપર ફરવાના બહાને કારમાં ઓલપાડના ડભારી બીચ ખાતે લઇ જઇ કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી અર્ધબેભાન હાલતમાં જહાંગીરપુરા વિસ્તારની ઓયો ગ્રીન હોટલમાં લઇ જઇ અર્ધબેભાન હાલતમાં એક પછી એક દુષ્કર્મ કરનાર વોર્ડ નં. 8 ના ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને મહામંત્રી એવા આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જો કે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ પોલીસે ભાજપના મહામંત્રી આદિત્યના ગેરકાયદેસર નોનવેજનો ઢાબો અને ગેરકાયદેસર દબાણો દૂર કર્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુવતીને સોશિયલ મીડિયાથી ફસાવી

વેડ રોડ સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી મૂળ બિહારની વતની 25 વર્ષીય અવનીસિંહ (નામ બદલ્યું છે) ઘર નજીક માર્કેટમાં આવ-જા કરતી ત્યારે નજીકમાં રહેતા ગૌરવ સિંહને જોવાથી ઓળખતી હતી. પરંતુ ગૌરવે ઇન્સ્ટાગ્રામ ઉપર મોકલાવેલી રીકવેસ્ટ એક્સેપ્ટ કરતા તેની સાથે ચેટ કરતી હતી. દરમિયાનમાં ગત 4 મે ના રોજ માતા-પિતા અને નાનો ભાઇ અને બે બહેન વતન લગ્નપ્રસંગામાં ગયા હતા ત્યારે 7 મે ના રોજ આદિત્ય ઉપાધ્યાયની ઇન્સ્ટાગ્રામ ઉપર આવેલી રીકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. બંને સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ દરમિયાન અવનીએ મેરે મમ્મી-પાપા શાદીમેં બિહાર ગયે હે એમ કહ્યું હતું. આ તકનો લાભ ઉઠાવી 16 મેની રાતે આદિત્ય અને ગૌરવે ફોન કરી ચલિયે હમ ડુમ્મસ ઘુમને જાતે હે એવું કહ્યું હતું. 

નશાકારક પદાર્થ પીવડાવી દુષ્કર્મ આચર્યુ

અવનીએ રીપ્લાય આપ્યો ન હતો. પરંતુ 17 મેના રોજ બપોરે પુનઃ ફોન કરી ચલોના ઘુમને જાતે હે, ડુમ્મસ હી જાયેગે. અવનીએ પુનઃ ઇન્કાર કર્યા બાદ જવા માટે તૈયાર થઇ ગઇ હતી. અવનીએ પોતાની ફ્રેન્ડ રેશ્મા (નામ બદલ્યું છે) તેને સાથે લઇ લેવા જણાવતા આદિત્ય અને ગૌરવે હા કહ્યું હતું અને તેઓ ચારેય જણા કારમાં ફરવા નીકળ્યા હતા. પરંતુ કાર ચલાવી રહેલા આદિત્યને અવનીએ યે ડુમ્મસ કા રાસ્તા નહીં હે એમ કહેતા આદિત્યેએ ડુમ્મસ બીચ તો આપને દેખા હે, તો હમ આપ કો દુસરે બીચ પે લે જાતે હે એમ કહી ઓલપાડ તાલુકાના ડભારી બીચ ઉપર લઇ ગયા હતા. જયાં રેશ્માને ભુખ લાગતા ગૌરવ ખાવાનું લઇ આવ્યો હતો. જયારે અવનીને તરસ લાગતા આદિત્યના કહેવાથી ગૌરવ કાળા કલરની થેલીમાં ફેન્ટાની બોટલ લઇ આવ્યો હતો. ફેન્ટા પીધા બાદ અવનીને ચક્કર આવવાની સાથે ઘેન જેવું લાગતા ઘરે જવા કહ્યુ હતું. આદિત્યએ હા હા હમ ઘર હી જા રહે હે એમ કહી આદિત્યએ કાર હંકારી હતી અને રસ્તામાં અવનીને ઉલ્ટી પણ થઇ હતી.

Related News

Icon