
Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં અકાળે નિધન પામેલા ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી આપવા બનાસકાંઠાની ડીસા રાજપૂરપાંજરાપોળમાં 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.
મળતી વિગત અનુસાર, અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટમાં 250થી વધુ લોકોનાં મોત નિપજ્યા હતા જેમાં ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણી પણ કમનસીબે આ પ્લેનમાં સવાર હતા અને તેમનું પણ આ ઘટનામાં નિધન થયું હતું જો કે, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે દેશના ખૂણે ખૂણે શ્રદ્ધાંજલી સહિત કેન્ડલ માર્ચ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે લોકોએ પોતાના સ્વજનો ખોયા છે તે લોકોમાં આક્રંદ ફાટી નીકળ્યો છે. જ્યારે વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકીય વર્તુળોમાં પણ શોકનો માહોલ છે ત્યારે આજરોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની રાજપુર પાંજરાપોળ દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીના અકાળે અવસામાં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા બદલ પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવવામાં આવ્યો હતો જેમાં પાંજરાપોળના ટ્રસ્ટી જગદીશભાઈએ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીની ખોટ ક્યારેય પુરાય તેમ નથી વર્ષ-2017 અને 2015માં બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પૂરની સ્થિતિ હતી ત્યારે એવું પ્રથમ વખત બન્યું કે જે એક અઠવાડિયા સુધી જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આખી સરકાર બનાસકાંઠામાં બેસીને ચલાવી હતી. એના અમે સૌ એના સાક્ષી છીએ અને જ્યારે અછતની સ્થિતિ હતી ત્યારે માનવ માટે રાહતના પેકેજ ગણા હતા પણ વિજયભાઈની સરકારે પશુઓ માટે સરકારને ખડેપગે ઊભી રખાઈ અને ઘાસચારો પાણીની વ્યવસ્થા તાત્કાલિક કરાવી તેમના સારા કાર્યોને યાદ કરતાં અને તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કરવા ગાયોને ઘાસચારો ખવડાવામાં આવ્યો છે.
જો કે, યોજાયેલ કાર્યક્રમમાં એડવોકેટ અને પાંજરાપોળના ટ્રસ્ટી તરીકે સેવા આપતા ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ગુજરાતના CM હતા ત્યારે તેઓએ ખાસ ગૌમાતાની ચિંતા કરી હતી અને આ સંસ્થા પર અને જીવદયા પર ગણો તેમનો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્યોની સાથે અબોલ જીવો પર ખૂબ જ સંવેદના રાખી હતી ગૌ હત્યા અટકાવવા અને હત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટ કરનારને 10 વર્ષની સજાની જોગવાઈ કરેલી ગૌહત્યા અથવા તો ટ્રાન્સપોર્ટ સાથે વાહનો સંકળાયેલા હોય અને પકડાયેલા વાહનોને કોર્ટ પણ ન છોડી શકે એની હરાજી કરી પૈસા જમા કરાવવાનો કાયદામાં સુધારો કર્યો હતો.
આ સિવાય તૃણા બંદરથી વિદેશ જતા લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું તે અટકાવવાનો તેમનો ખૂબ જ ફાળો આપેલો અને જ્યારે પણ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક સહાયના મુદા ઊભા થયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે મારા આ ટ્રસ્ટના મુખ્ય જે મોભી હતા એવા સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માંગણીને માન આપી જે તે સમય વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશ ડોલ્સ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથા એમને જે શરૂ કરેલી એના પરિણામે જે પાંજરાપોળ અને ગૌ શાળાઓને ગણો મોટો આર્થિક ટેકો થયો આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલી આપવા અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને સદગતિ આપે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આમ પાંજરાપોળમાં રહેતી ગાયોને ઘાસ ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.