
શહેરના નરોડા વિસ્તારના ફ્રૂટના વેપારીને હનીટ્રેપમાં ફસાવી કરોડ રૂપિયાની કરી માંગ. યુવતી નોકરીની માંગ કરી વેપારીને મળવા બોલાવ્યો હતો. જ્યાં અડાલજ પાસે ક્રાઇમબ્રાંચના નામે 4 શખ્સો દ્વારા વેપારીનું અપહરણ કરીને માર મરાયો હતો.
ક્રાઇમબ્રાંચના નામે વેપારીનું અપહરણ
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા ફ્રૂટના વેપારી સાથે હનીટ્રેપની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. યુવતીએ પહેલા ફોન મેસેજ કરી નોકરીની માંગ કરી હતી. ત્યાર બાદ વેપારીને મળવા બોલાવી શહેરની અલગ અલગ જગ્યા ઉપર ફેરવ્યો હતો. જ્યાં અડાલજ પાસે ગાંધીનગર ક્રાઇમબ્રાંચના નામે 4 શખ્સો આવીને વેપારીનું અપહરણ કર્યુ હતું.
વેપારીને નગ્ન કરી માર મરાયો
વેપારીનું અપહરણ કરી કડીના કોઈ ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં વેપારીને નગ્ન કરી 1 કરોડ રૂપિયાની માંગ કરી હતી. વેપારી તેનો વિરોધ કરતાં શખ્સો દ્વારા તેણે માર મારવામાં આવ્યો હતો. તેટલું જ નહીં પરંતુ વેપારી પાસેથી 12 હજાર રોકડા, 600 દિરહમ, ઘડિયાળ અને મોબાઈલ પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.