
બોટાદના ગઢડા તાલુકા ભાજપ પ્રમુખને RSS નેતા સંજય જોષીને બર્થ ડે શુભેચ્છા પાઠવવી ભારે પડી છે. મળતા અહેવાલ પ્રમાણે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સાકળીયાએ 6 એપ્રિલે RSS નેતા સંજય જોષીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ કરી હતી.
પોસ્ટથી ભાજપના અંદર ખળભળાટ મચી ગયો
આ પોસ્ટથી ભાજપના અંદર ખળભળાટ મચી ગયો અને જિલ્લા ભાજપ પ્રમુખે પ્રકાશભાઈને ટેલિફોનિક સૂચના આપીને રાજીનામું આપવા જણાવ્યું હતું.પ્રકાશભાઈ સાકળીયાના વર્ષોથી સંજય જોષી સાથે સંબંધો રહ્યા હોવાથી તેમણે આ શુભેચ્છા પોસ્ટ કરી હતી.
પ્રકાશભાઈએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો
જોકે, આ ઘટના બાદ તેમને રાજીનામું આપવાની સૂચના મળી હોવા છતાં, પ્રકાશભાઈએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે. તેમનું નિવેદન છે કે, મેં કોઈ ખોટું કાર્ય કર્યું નથી, તેથી રાજીનામું આપવાનું કોઈ કારણ નથી.