છોટા ઉદેપુરના તુરખેડામાં રસ્તો ના હોવાથી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં નાખી ઉંચકીને ગામની બહાર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને ગ્રામજનોએ ઉંચકીને ત્રણ કિલોમીટર દૂર આંબા ડુંગર લઇ જવાઇ હતી. આંબા ડુંગર 108 આવી પહોંચતા મહિલાને ક્વાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે થોડા સમય પહેલા છોટા ઉદેપુરના તુરખેડામાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં નાખીને ગામથી દૂર લઇ જવામાં આવતી હતી. આ દરમિયાન મહિલાનું મોત થયું હતું.આ ઘટના બાદ ખુદ હાઈકોર્ટે સંજ્ઞાન લઈ સરકારને નોટિસ પાઠવી હતી.
મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા ઝોળીમાં નાખીને ગામની બહાર લઇ જવામાં આવી
છોટા ઉદેપુરમાં મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા ઝોળીમાં નાખીને ગામથી 3 કિલોમીટર દૂર ઉંચકીને લઇ જવામાં આવી હતી. ગ્રામજનોએ ગામમાં રસ્તો ના હોવાથી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિમાં નહતી જેને કારણે ગ્રામજનોએ મહિલાને ઝોળીમાં નાખીને ઉંચકીને આંબા ડુંગર ગામ લઇ ગયા હતા. જ્યાં 108 આવી પહોંચતા મહિલાને ક્વાંટ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી. પ્રસૂતા મહિલાએ રાત્રે ક્વાંટ ખાતે પ્રસૂતિ થતા બાળકને જન્મ આપ્યો હતો.
આ અગાઉ પણ તુરખેડામાં આ જ રીતે મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ઝોળીમાં નાખીને લઇ જવામાં આવતી હતી આ દરમિયાન મહિલાનું અધવચ્ચે જ મોત થયું હતું. ખુદ હાઇકોર્ટે સંજ્ઞાન લઇ સરકારને નોટિસ પાઠવી હતી. સરકારે તે બાદ 18.5 કરોડના ખર્ચે રસ્તો બનાવવાની તજવીજ હાથ ધરી છે.