
રાજ્યભરમાં નબીરાઓ દ્વારા ચલાવાતા વાહનોથી અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બેફામ પણ નબીરાઓ દ્વારા રસ્તા પર કાર ચલાવીને નિર્દોષ લોકોનો ભોગ લેવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે દમણમાં વલસાડના કાપડ વેપારીના પુત્ર દ્વારા બેફામ પણ કાર ચલાવીને મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતાં. જેથી તેમનું મોત નીપજ્યું હતું. બીજી તરફ એકઠા થયેલા લોકોએ નશાની હાલતમાં નબીરાને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યો હતો.
મિત્રને મૂકીને પરત ફરતો હતો
વલસાડના જાણીતા કાપડના વેપારીના પુત્રનું દમણમાં પરાક્રમ સામે આવ્યું હતું. સોહમ શ્યામ દેવલાલી નામના મોટા ઘરના નબીરાએ દમણમાં બેફામ કાર હંકારી એક વૃદ્ધને અડફેટે લઈ તેનું મોત નિપજાવ્યું હતું. દમણ પોલીસે વલસાડના કાપડના વેપારીના પુત્ર સોહમ શ્યામ દેવલાનીની ધરપકડ કરી હતી. સોહમ પોતાના મિત્રને વાપી મૂકી પરત દમણ ફરી રહ્યો હતો. તે વેળા તેણે ચારથી પાંચ બાઇકને અડફેટે લીધા બાદ એક રાહદારીને અડફેટે લેતા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
તપાસમાં શંકાની સોય
મોટા ઘરના નબીરો હોવાથી પોલીસની તપાસમાં પણ શંકાની સોય સેવાઈ રહી છે. ઘટના બની ત્યારે લોકો મોઢે ચર્ચા ઉઠી હતી કે મોટા ઘરનો નબીરો દારૂના નશામાં કાર અહંકારી રહ્યો હોવાની વાતો ચર્ચા હતી. દમણ પોલીસે મોહમ શ્યામ દેવલાનીની ધરપકડ કરી મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દમણ પોલીસ પણ સોહમ ની તપાસમાં ઢાંક પીછોળો કરી રહી હોવાની ચર્ચા ઉઠી રહી છે.