Home / Gujarat / Dang : welcome in her homeland after winning the Kho-Kho World Cup

ઈન્ટરનેશનલ લેવલે ડાંગની દીકરીએ વધાર્યું દેશનું ગૌરવ, ખો-ખો વર્લ્ડ કપ જીતતા વતનમાં અદકેરું સ્વાગત

ઈન્ટરનેશનલ લેવલે ડાંગની દીકરીએ વધાર્યું દેશનું ગૌરવ, ખો-ખો વર્લ્ડ કપ જીતતા વતનમાં અદકેરું સ્વાગત

ભારતીય મહિલા ખો-ખો ટીમે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો છે. ડાંગ જિલ્લાની ઓપીના ભિલારેએ આ જીતમાં મહત્વનો ફાળો આપ્યો. ધોરણ 8 સુધી ગામમાં અભ્યાસ કર્યા બાદ, ગુજરાતની સ્પોર્ટ્સ યોજનાથી ખો-ખોની તાલીમ મેળવી. તેના પરિવાર અને ડાંગમાં ખુશીનો માહોલ છે. હવે ઓપીના ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માંગે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો-ખો રમતમા નામ રોશન કર્યું છે. ઓપીના ભારતની ટીમમાં રમીને દેશ માટે વર્લ્ડકપ જીતવામાં યોગદાન આપ્યું અને તે આજે પોતાના વતન બીલીઆંબા ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વતનમાં પહોંચ્યુ રતન

ઓપીના ભીલાર ગત તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજીત, ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારત દેશની ટીમ સાથે રમી હતી.  વર્લ્ડકપ જીતવામાં પોતાનું યોગદાન આપ્યું હતું. ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તારમા આવેલા સુબીર તાલુકાના બીલીઆંબા ગામના આદિવાસી પરિવારની આ દીકરી ઓપીના ભીલાર, ખો-ખોના વર્લ્ડ કપ જીતીને ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. આજે ઓપીના તેના વતન ડાંગ જિલ્લામાં આવી પહોંચતા આદિજાતી મંત્રી કુંવરજી હળપતિ તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોએ સહિત ગામજનોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 

સહાયની કરી અપીલ

મંત્રી કુંવરજી હળપતિએ આદિવાસી સમાજનું નામ રોશન કરવા બદલ ઓપીનાનો તેમજ ગુજરાતમાં રમતવીરોને પ્રોત્સાહન આપવા ખેલશે ગુજરાત, રમશે ગુજરાત બદલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ઓપીના ભીલારે ગૌરવની લાગણી વ્યક્ત કરતા શાળા પરિવાર કોચ તેમજ સરકારનો આભાર માની સરકાર પાસે સહાયની અપીલ કરી હતી.

 

Related News

Icon